હોટલમાં શારીરિક સંબંધ બનાવવા સમયે 61 વર્ષીય વૃદ્ધ થયા બેભાન, બાદમાં થયું મોત


Updated: May 24, 2022, 2:51 PM IST
હોટલમાં શારીરિક સંબંધ બનાવવા સમયે 61 વર્ષીય વૃદ્ધ થયા બેભાન, બાદમાં થયું મોત
અધિકારીના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ વર્લીનો રહેવાસી હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો (પ્રતિકાત્મક તસવીર)

Mumbai News - હાલ મહિલા સાથે વાત કરીને પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું તે વ્યક્તિએ શારીરિક સંબંધ બાંધતા પહેલા કોઈ ગોળીઓ ખાધી હતી કે કેમ

  • Share this:
મુંબઈ : મુંબઈની (Mumbai)હોટલમાં સોમવારે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સોમવારે સવારે 61 વર્ષીય વ્યક્તિ હોટલમાં તેના પાર્ટનર ( partner)સાથે સેક્સ (physical relationship)કરતી વખતે બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મુંબઈમાં શારીરિક સંબંધ બાંધતી વખતે 61 વર્ષીય એક વ્યક્તિનું મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટના આજે સવારે એક હોટલમાં બની હતી. આ વ્યક્તિ તેના પાર્ટનર સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે બેહોશ થઈ ગયો હતો. ત્યાર બાદ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃત્યુનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. અધિકારીના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ સવારે 10 વાગ્યે 40 વર્ષની મહિલા સાથે ઉપનગરીય કુર્લાની એક હોટલમાં પહોંચ્યો હતો.

શારીરિક સંબંધ બનાવતી વખતે વૃદ્ધનું મોત

પુરુષે મહિલાને પોતાની ગર્લફ્રેન્ડ ગણાવી હતી. પોલિસને જણાવવામાં આવ્યું હતું કે થોડા સમય પછી મહિલાએ હોટલના રિસેપ્શનને જાણ કરી કે તે વ્યક્તિ બેહોશ થઈ ગયો છે અને કોઈ જવાબ આપી રહ્યો નથી. કુર્લા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે હોટલના સ્ટાફે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી. વૃદ્ધ વ્યક્તિને સાયન સ્થિત નગર નિકાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ આ વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. બાદમાં પોલીસ દ્વારા મહિલાને કુર્લા પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - અસ્થિઓ વિસર્જિત કરીને હરિદ્વારથી પરત ફરી રહ્યો હતો પરિવાર, અકસ્માતમાં 6 લોકોના મોત

પોલીસ જોઈ રહી છે મેડિકલ રિપોર્ટની રાહઅધિકારીના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિ વર્લીનો રહેવાસી હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. તેણે મહિલાને ટાંકીને કહ્યું કે સંબંધ બનાવતી વખતે તે વ્યક્તિએ દારૂ પીવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બેહોશ થઈ ગયો. પ્રારંભિક માહિતીના આધારે અમે આકસ્મિક મૃત્યુનો અહેવાલ નોંધ્યો છે અને મૃત્યુનું ચોક્કસ કારણની જાણકારી માટે અમે મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ. તેણે અગાઉ કોઈ ગોળી ખાધી હતી કે કેમ તે જાણવા માટે તબીબી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જો કે હાલ મહિલા સાથે વાત કરીને પોલીસ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું તે વ્યક્તિએ સેક્સ કરતા પહેલા કોઈ ગોળીઓ ખાધી હતી કે કેમ.
Published by: Ashish Goyal
First published: May 24, 2022, 2:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading