OMG: ગાયના પેટમાં હતાં 71 કિલોગ્રામ પોલિથીન, સોય, સિક્કા અને ગ્લાસના ટુકડા, ત્રણ ડૉક્ટરોએ કરી સર્જરી

News18 Gujarati
Updated: February 25, 2021, 8:37 AM IST
OMG: ગાયના પેટમાં હતાં 71 કિલોગ્રામ પોલિથીન, સોય, સિક્કા અને ગ્લાસના ટુકડા, ત્રણ ડૉક્ટરોએ કરી સર્જરી
(પ્રતીકાત્મક તસવીર)

ગાયના પેટનો એક્સ-રે અને અસ્રાતાસાઉન્ડ કરાતાં ડૉક્ટરોના હોશ ઊડી ગયા, 4 કલાકની મહેનત બાદ 71 કિલોગ્રામ કચરો બહાર કાઢ્યો

  • Share this:
ફરીદાબાદ. સરકારના તમામ પ્રયાસો બાદ પણ પોલિથીન (Polythene)ના ઉપયોગ પર પ્રતિબંધ નથી લાગી શક્યો. આ જ કારણ છે કે પર્યાવરણની સાથે જ તે રસ્તે રઝળતા પશુઓ (Street Animals) પર તેની અસર જોવા મળી રહી છે અને તેમને ભોગવવું પણ પડી રહ્યું છે. હાલમાં જ હરિયાણા (Haryana)ના ફરીદાબાદ (Faridabad) જિલ્લામાં એક દુર્ઘટનામાં ઘાયલ થયેલી ગાયની સર્જરી (Cow Surgery) કરવામાં આવી. આ દરમિયાન તેના પેટમાંથી 71 કિલોથી વધુ પોલિથીન કાઢવામાં આવી અને સાથોસાથ કચરો પણ કાઢવામાં આવ્યો. ગાયના પેટમાંથી પોલિથીન, સોય, સિક્કા, પથ્થર અને ખીલ્લી પણ મળી આવી છે.

દેવઆશ્રય હૉસ્પિટલના ડૉક્ટર અતુલ મોર્યના જણાવ્યા મુજબ, ગાયની સર્જરી સફળ રહી પરંતુ તે હજુ ખતરાથી બહાર નથી. આગામી 10 દિવસ ખૂબ જ અગત્યના રહેશે. નોંધનીય છે કે ડૉક્ટર અતુલ સાત વર્ષીય ગાયની સર્જરી કરનારી ત્રણ સભ્યોની ટીમનો હિસ્સો હતા.

આ પણ વાંચો, ઈન્ડોનેશિયાઃ માછીમારની જાળમાં ફસાઈ ‘મ્યૂટેન્ટ શાર્ક’, મનુષ્ય જેવા ચહેરાથી લોકો આશ્ચર્યમાં

કારની ટક્કરથી ઘાયલ થઈ હતી ગાય

અંગ્રેજી અખબાર ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ અનુસાર ગાયને એનઆઇટી-5 ફરીદાબાદથી રેસ્ક્યૂ કરવામાં આવી હતી. જ્યાં એક કારે ગાયને ટક્કર મારી દીધી હતી. ગાયને ફરીદાબાદની દેવઆશ્રય હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં ગાય દુખાવાના કારણે પોતાના પેટ પર લાત મારી રહી હતી. ત્યારબાદ ગાયનો એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરવામાં આવ્યો. ટેસ્ટમાં ગાયના પેટની અંદર હાનિકારક પદાર્થો હોવાની પુષ્ટિ થઈ હતી.

આ પણ વાંચો, US: 19 વર્ષીય યુવકે કામથી રજા લેવા પોતાનું જ કર્યું અપહરણ, નોકરી ગુમાવવાનો વારો આવ્યો



ગાયના પેટની અંદર 71 કિલો કચરો કાઢવાની સર્જરી ખતરનાક

ગાયના પેટના ચાર હિસ્સાઓને સાફ કરવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો, જેમાં મોટાભાગમાં પોલિથીન હતી. ડૉક્ટરોનું કહેવું છે કે ગાયનું પાચન તંત્ર જટિલ છે. જો પોલિથીન લાંબા સમય સુધી તેમાં રહે છે તો તે પેટ સાથે ચોંટી જાય છે. તેનાથી હવા ભરાઈ શકે છે. આ સ્થિતિમાં એક પશુ પડી શકે છે અથવા તો પેટને લાત મારવાનું શરૂ કરી શકે છે, પરંતુ પશુના પેટની અંદર 71 કિલો કચરો ખોવો ખતરનાક બાબત છે.
Published by: Mrunal Bhojak
First published: February 25, 2021, 8:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading