VIDEO: PM મોદીની સુરક્ષામાં ભંગ, હુબલીમાં રોડ શો દરમિયાન યુવકે હાર પહેરાવવાનો કર્યો પ્રયાસ
News18 Gujarati Updated: January 12, 2023, 5:14 PM IST
PM મોદીની સુરક્ષામાં ભંગ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન એક યુવકે સુરક્ષા કોર્ડન તોડીને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તરત જ તે વ્યક્તિને ત્યાંથી હટાવી દીધો હતો.
હુબલી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે 26માં રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ભાગ લેવા માટે કર્ણાટકના હુબલી પહોંચ્યા હતા, જ્યાં રોડ શો દરમિયાન એક યુવકે સુરક્ષા કોર્ડન તોડીને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તરત જ તે વ્યક્તિને ત્યાંથી હટાવી દીધો હતો. આ પછી પીએમ મોદી લોકોનું અભિવાદન સ્વીકારીને આગળ વધ્યા હતા.
પીએમ મોદી અહીં યોજાનાર 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ યુવા ઉત્સવનું આયોજન કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કર્ણાટક સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
પ્રતિભાશાળી યુવાનોને અનુભવ પ્રદાન કરવા તેમજ રાષ્ટ્ર નિર્માણ તરફ પ્રેરિત કરવા માટે દર વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે. આ પ્રસંગ જીવનના તમામ ક્ષેત્રોની વિવિધ સંસ્કૃતિઓને એક મંચ પૂરો પાડે છે અને સહભાગીઓને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનામાં બાંધે છે.
Published by:
Samrat Bauddh
First published:
January 12, 2023, 5:10 PM IST