દુર્લભ કેસ : 2 વર્ષના બાળકમાં જોવા મળ્યા યુવાનીના ચિહ્નો, ગુપ્તાંગમાં ફેરફાર દેખાતા ડોકટરો આશ્ચર્ય

News18 Gujarati
Updated: June 24, 2022, 5:41 PM IST
દુર્લભ કેસ : 2 વર્ષના બાળકમાં જોવા મળ્યા યુવાનીના ચિહ્નો, ગુપ્તાંગમાં ફેરફાર દેખાતા ડોકટરો આશ્ચર્ય
મેડિકલ સાયન્સ પડકાર

Rare case : બાળકની માતાનું કહેવું છે કે, બાળકનો બ્લડ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, બાળકમાં સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ખૂબ જ ઊંચું હતું, સામાન્ય રીતે છોકરા કે છોકરીમાં પરિપક્વતાના સંકેત 12 થી 16 વર્ષની ઉંમરમાં જોવા મળે છે

  • Share this:
લંડન : બ્રિટન (Britain) માં મેડિકલ સાયન્સ (medical science) ને પડકારતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બે વર્ષના બાળકમાં પહેલાથી જ યુવાનીના ચિન્હો દેખાઈ રહ્યા છે. બાળકમાં લક્ષણો એવા છે, જે 16 વર્ષના છોકરામાં જોવા મળે છે. આ બાળકનું વજન પણ 12 કિલો છે. પરંતુ, આ બાળકના વજનનું કારણ ચરબી નથી, પરંતુ સ્નાયુઓ છે.

ડેઈલી મેલના અહેવાલ મુજબ, સામાન્ય રીતે છોકરા કે છોકરીમાં પરિપક્વતાના સંકેત 12 થી 16 વર્ષની ઉંમરમાં જોવા મળે છે, સાથે તેમના શરીર અને ગુપ્તાંગમાં ફેરફાર જોવા મળે છે. પરંતુ, આ બાળકમાં માત્ર 2 વર્ષની ઉંમરે આવો વિકાસ જોવા મળ્યો છે. ડૉક્ટરો તેને એક દુર્લભ કેસ માને છે

બ્લડ ટેસ્ટથી થયો ખુલાસો

રિપોર્ટ અનુસાર બાળકની માતાનું કહેવું છે કે, બાળકનો બ્લડ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે, બાળકમાં સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ખૂબ જ ઊંચું હતું. આ હોર્મોન પુરૂષોમાં વધુ માત્રામાં બને છે, પરંતુ બાળકમાં આટલું ઊંચું હોર્મોન મળવું ચોંકાવનારું છે.

બાળકના પિતા વૃષણને લઈને ગંભીર છે

ડૉક્ટરોનું માનવું છે કે, બાળકની આ સ્થિતિ કૃત્રિમ ટેસ્ટોસ્ટેરોનના સંપર્કમાં આવવાને કારણે થઈ શકે છે. આવું એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે બાળકના પિતાને ટેસ્ટિસ સંબંધિત ગંભીર બીમારી છે. આ માટે તે ઘણા વર્ષોથી દરરોજ ત્વચા પર ટેસ્ટોસ્ટેરોન જેલનો ઉપયોગ કરી રહ્યા છે.આ પણ વાંચોVIDEO : અયોધ્યાની સરયૂ નદીમાં સ્નાન કરતા પતિએ પત્નીને જાહેરમાં ચુંબન કરવું ભારે પડ્યું - થઈ ધોલાઈ

બાળકમાં આ લક્ષણ શા માટે દેખાયા?

ટેસ્ટોસ્ટેરોન જેલના ઉપયોગ માટે, તે ખભા, હાથ અથવા પેટ પર લાગુ થાય છે. આ કર્યા પછી ત્વચા તેને શોષી લે છે. ડૉક્ટર્સ કહે છે, 'એવું બની શકે કે પિતાએ લગાવ્યું હોય અને પછી તેઓ બાળકના સંપર્કમાં આવ્યા હોય. તેથી જ આ જેલની અસર બાળક સુધી પહોંચી.
Published by: kiran mehta
First published: June 24, 2022, 5:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading