દુનિયાની સૌથી મોંઘી છે આ ગોલ્ડ પ્લેટેડ બિરયાની, એક પ્લેટના ચૂકવવા પડશે 20,000 રૂપિયા

moneycontrol
Updated: February 26, 2021, 8:29 AM IST
દુનિયાની સૌથી મોંઘી છે આ ગોલ્ડ પ્લેટેડ બિરયાની, એક પ્લેટના ચૂકવવા પડશે 20,000 રૂપિયા
દુબઈમાં આવેલી બોમ્બે બોરો રેસ્ટોરાં દુનિયાની સૌથી મોંઘી રોયલ ગોલ્ડ બિરયાની વેચે છે, જાણો કેમ છે ખાસ

દુબઈમાં આવેલી બોમ્બે બોરો રેસ્ટોરાં દુનિયાની સૌથી મોંઘી રોયલ ગોલ્ડ બિરયાની વેચે છે, જાણો કેમ છે ખાસ

  • Share this:
નવી દિલ્હી. બિરયાની (Biryani) સૌથી પસંદગીના વ્યંજનો પૈકીની એક છે. જ્યારે આ વ્યંજનના નવા રૂપ અજમાવવાની વાત આવે છે તો તેને પસંદ કરનારા ખૂબ ખુશ થઈ જાય છે. આજે અમે આપને બિરયાનીને એક એવા નવા રૂપ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેતને ખાતા પહેલા તેના વિશે સાંભળીને ચોંકી જશો. આપે ગોલ્ડ પ્લેટેડ હાર, અંગુઠી, ગાડી અને ચશ્મા વિશે તો ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ શું ગોલ્ડ પ્લેટેડ બિરયાની (Gold Plated Biryani) વિશે સાંભળ્યું છે?

મૂળે, દુબઈમાં એક ભારતીય હોટલ જેને બોમ્બે બોરો (Bombay Borough) કહેવામાં આવે છે, દુનિયામાં સૌથી મોંઘી રોયલ ગોલ્ડ બિરયાની (Royal Plated Biryani) વેચે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ બિરયાની કેટલી મોંઘી હોઈ શકે છે? જેવું તેનું નામ છે, તેવો જ તેનો ભાવ પણ છ. અને ગોલ્ડ પ્લેટડ બિરયાની ખાવા માટે આપને 20 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. દુબઈમાં આ બિરયાનીની એક ડિશ 1,000 દિરહમ એટલે કે 19,705.85 રૂપિયામાં વેચાય છે.


આ પણ વાંચો, OMG: ગાયના પેટમાં હતાં 71 કિલોગ્રામ પોલિથીન, સોય, સિક્કા અને ગ્લાસના ટુકડા, ત્રણ ડૉક્ટરોએ કરી સર્જરી

બિરયાનીની કિંમત આટલી મોંઘી કેમ છે?

બિરયાનીની આ પ્લેટમાં 3 કિલો ભાત અને મીટની સાથે કરી અને મટન ચોપ, મીટબોલ, ગ્રિલ્ડ ચિકન અને અનેક પ્રકારના કબાબ મેળવવામાં આવે છે. આ ઉપરાંત પ્લેટમાં ત્રણ પ્રકારના ભાત હોય છે. તેમાં ‘સિમ્પલ ચિકન બિરયાની ચાવલ’, બીજી ‘કીમા ચાવલ’ જ્યારે ત્રીજી ડીશ ‘સફેદ અને કેસર ચાવલ’ હોય છે.આ પણ વાંચો, રાતોરાત ચમકી ગરીબ ખેડૂતની કિસ્મત, ખાણમાંથી મળ્યો 14.09 કેરેટવાળો 70 લાખનો હીરો
આ પ્લેટમાં કારમેલાઇઝ્ડ શાકભાજી અને બીજા વ્યંજન પણ હોય છે અને તેને તમે પોતાની ભૂખના આધાર પર સમગ્ર પરિવારને કે તેનાથી પણ વધુ લોકોને ખવડાવી શકો છો. નોંધનીય છે કે આ ડીશને ગોલ્ડ પ્લેટેડ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ડિશને પીરસતા પહેલા 23 કેરેટના સોનાના પત્તીમાં લપેટવામાં આવે છે. (મનીકન્ટ્રોલના ઇનપુટની સાથે)
Published by: Mrunal Bhojak
First published: February 26, 2021, 8:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading