બિહાર: સ્કૂલના બે બાળકોના બેંક ખાતામાં જમા થયા 900 કરોડ રૂપિયા! આખું ગામ બેંક બેલેન્સ ચેક કરાવવા ઉમટ્યું

News18 Gujarati
Updated: September 16, 2021, 2:57 PM IST
બિહાર: સ્કૂલના બે બાળકોના બેંક ખાતામાં જમા થયા 900 કરોડ રૂપિયા! આખું ગામ બેંક બેલેન્સ ચેક કરાવવા ઉમટ્યું
સ્કૂલના બાળકો રાતોરાત કરોડપતિ બની ગયા! (પ્રતીકાત્મક તસવીર)

OMG News: ધોરણ-6માં અભ્યાસ કરતા બંને બાળકોના બેંક ખાતામાં 900 કરોડથી વધુની રકમ જમા થતાં ગામ લોકો પોતાના બેંક ખાતાની બેલેન્સ ચેક કરવા ઉમટ્યાં.

  • Share this:
કટિહાર: ન તો કોઈ લોટરી, ન તો લકી ડ્રો, ન તો 'કૌન બનેગા કરોડપતિ' ગેમ શોમાંથી મળેલી રાશિ, આમ છતાં બિહાર (Bihar)ના એક ગામના લોકો બેન્ક (Bank) બહાર લાઈનમાં ઊભા રહીને પોતાના બેંક ખાતાની બેલેન્સ ચેક કરી રહ્યા છે. આવું એ માટે થઈ રહ્યું છે, કારણ કે સ્કૂલમાં અભ્યાસ કરતા ગામના બે બાળકોના ખાતામાં રાતોરાત એટલી બધી રકમ જમા થઈ ગઈ છે કે આટલી રકમ તો કોઈ અમીર વ્યક્તિના ખાતામાં પણ ન હોય. બાળકોનાં ખાતામાં મોટી બેન્ક બેલેન્સ (Bank balance) આવી જતાં આ વિસ્તારના લોકો પોતાના ખાતામાં કેટલી રકમ જમા છે તેની તપાસ માટે બેંકમાં પહોંચી રહ્યા છે. લોકો આશા રાખી રહ્યા છે કે તેમના ખાતામાં પણ રકમ જમા થઈ શકે છે.

આ આખો બનાવ બિહારના કટિહાર જિલ્લા (Katihar district)ના પસ્તિયા ગામ (Pastiya village)નો છે. અહીં બુધવારે સાંજે દરેક વ્યક્તિ પોતાના બેંક ખાતાની બેલેન્સ ચેક કરી રહ્યો હતો. હકકીતમાં ઉત્તર બિહાર ગ્રામીણ બેંક (Uttar Bihar Gramin Bank)માં ખાતા ધરાવતા છ વર્ષના બે વિદ્યાર્થીના ખાતામાં એક સાથે કરોડો રૂપિયાની રકમ જમા થઈ ગઈ હતી.

ધોરણ-6માં અભ્યાસ કરતા અસિત કુમાર (Asit Kumar) ખાતામાં 6 કરોડ 20 લાખ 11 હજાર 100 રૂપિયા જમા થયા હતા. જ્યારે ગુરુ ચરણ વિશ્વાસ (Guruchandra Vishwas) નામના વિદ્યાર્થીના ખાતામાં 905 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થઈ હતી. હકીકતમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા આ બંને બાળકોના ખાતામાં પોષાક માટે સરકારી રાશિ જમા થવાની હતી. જોકે, એક સાથે આટલી બધી રકમ થઈ જતા બંનેના પરિવારજનો ચોંકી ગયા હતા.

પોશાકની રાશિ જમા થઈ છે કે નહીં તેની તપાસ માટે બાળકો ગામના ઇન્ટરનેટ કેન્દ્ર પર ગયા હતા. તેમના ખાતામાં જમા થયેલી રકમ વિશે બંનેને જ્યારે માલુમ પડ્યું ત્યારે બંને વિશ્વાસ કરી શક્યા ન હતા. કેન્દ્રમાં હાજર અન્ય લોકો પણ બેંને બાળકોના ખાતામાં આટલી બધી રાશિ જમા હોવાનું જાણીને ચોંકી ગયા હતા.

રાતોરાત કરોડપતિ બની ગયેલા આ બંને બાળકોને સમજમાં નથી આવી રહ્યું કે આવું કેવી રીતે થયું. મીડિયા રિપોર્ટ પ્રમાણે બેંકના મેનેજર મનોજ ગુપ્તા (Branch manager Manoj Gupta) પણ આ વાતથી પરેશાન છે. હાલ બેંક તરફથી બંને બાળકોના ખાતાને ફ્રીજ કરી દેવામાં આવ્યું છે, એટલે કે તેમાં લેવડદેવડ માટે મનાઈ કરી દેવામાં આવી છે. બેંક તરફથી ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો: આ 5 બેંકો બચત ખાતા પર આપી રહી છે 6.75% સુધીની ઓફર, જાણો યાદીએક દિવસ પહેલા ખગડિયા જિલ્લામાં આવો જ એક બનાવ બન્યો હતો. જ્યાં એક રંજીત દાસ નામના પ્રાઇવેટ ટ્યુટરના ખાતામાં 5.5 લાખ રૂપિયા જેટલી રકમ જમા થઈ ગઈ હતી. બેંકની ભૂલને કારણે આ રકમ જમા થઈ ગઈ હતી. જે બાદમાં બેંક તરફથી રંજીત દાસને રકમ પરત કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, તેણે રકમ પરત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
Published by: Vinod Zankhaliya
First published: September 16, 2021, 2:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading