VIDEO: હવામાં ઊડી રહેલા વિમાનનો દરવાજો અચાનક ખુલી ગયો, મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા

News18 Gujarati
Updated: January 13, 2023, 7:48 AM IST
VIDEO: હવામાં ઊડી રહેલા વિમાનનો દરવાજો અચાનક ખુલી ગયો, મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા
flight

સોશિયલ મીડિયા પર ફ્લાઈટનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે એક પેસેન્જરે પોતાના કેમેરામાં કેદ કર્યો છે. જેમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે, વિમાનનો દરવાજો ખુલેલો દેખાય છે.

  • Share this:
લાગે છે કે, એરલાઈન્સ પર કંઈક વધારે પડતા સંકટના વાદળો ઘેરાયેલા છે. તેથી હવાઈ મુસાફરી કરનારા લોકોએ કંઈક વધારે સતર્ક રહેવાની જરુર છે. ક્યારેય ફ્લાઈટમાં ઝઘડો થઈ જાય છે, તો ક્યારેક બોમ્બ હોવાની સૂચના મળે છે. તો વળી કંઈક બીજી મોટી ગરબડ થઈ જાય છે. પણ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે અત્યંત ઠંડા વિસ્તારમાં ખૂબ જ ઊંચાઈ પર ઉડતા વિમાનમાં આવી ગરબડ જોવા મળી છે, જેને લઈને સૌ કોઈ શ્વાસ અધ્ધર થઈ જાય છે.

ટ્વિટરના @Lyla_lilas પર ઉડતા વિમાનનો એવો વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો દરવાજો ખુલેલો દેખાય છે. જેમ કે, ફ્લાઈટ ટેક ઓફ કર્યાના થોડી વારમાં આ ઘટના બને છે, જે કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેનાથી ફ્લાઈટમાં સવાર 25 મુસાફરોનો જીવ તાળવે ચોંટી જાય છે. સારી વાત એ છે કે, આ ઘટનામાં કોઈનો જીવ નથી ગયો અને કોઈ નુકસાન થયું નથી.

જ્યારે ખુલી ગયો વિમાનનો દરવાજો. થરથર કાંપવા લાગ્યા મુસાફરો


સોશિયલ મીડિયા પર ફ્લાઈટનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે એક પેસેન્જરે પોતાના કેમેરામાં કેદ કર્યો છે. જેમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે, વિમાનનો દરવાજો ખુલેલો દેખાય છે. જેના કારણે અંદર આવતી હવાઓથી પડદા ફરકવા લાગ્યા છે. જે દરમિયાન ફ્લાઈટમાં આ ઘટના થઈ, તે સમયે વિમાનમાં 25 મુસાફરો બેઠા હતા. જે જગ્યા પર આ ફ્લાઈટ ઉડી રહી હતી, ત્યાં તાપમાન -41 ડિગ્રી સેલ્સિયસ હતું. તેથી આપ અંદાજો લગાવી શકો છો કે, અચાનક દરવાજો ખુલી જવાથી મુસાફરોની કેવી હાલત થઈ ગશે. વિમાનનો દરવાજો ખુલ્યો હતો, તે સામાન ઉતારવા ચડાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કહેવાય છે કે, ઘણા બધા મુસાફરોનો સામાન દરવાજાથી નીચે પડી ગયો હતો.

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જે ફ્લાઈટનો ઉલ્લેખ થઈ રહ્યો છે, તે એરો એંટોનોવ- 26 પ્લેન હતું. જેણે રશિયાના સાઈબેરિયા વિસ્તાર યાકુતિયાના મગનથી ઉડાન ભરી હતી. તેને મગાડન જવાનું હતું. ઘટના 9 જાન્યુઆરીની છે. પ્લેનનો દરવાજો ખુલ્યો હોવાની જાણ થતાં પાયલટ આ વિમાનને મગનમાં જ લેંડ કરાવાનો નિર્ણય કર્યો. સારી વાત છે કે, પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું. પણ આ દરમિયાન તાપમાન ઘટવા લાગ્યું તો, લોકો થરથર કાંપવા લાગ્યા ગતા. પ્લેન 25 મુસાફરો બેઠા હતા અને કોઈને કંઈ નુકસાન થયું નથી.
Published by: Pravin Makwana
First published: January 13, 2023, 7:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading