જે છોકરી સાથે લગ્ન થવાના હતા, તે જ નીકળી ભાઈની એક્સ-ગર્લફ્રેન્ડ! આ રીતે થયો સમગ્ર બાબતનો ઘટસ્ફોટ

News18 Gujarati
Updated: October 2, 2022, 5:06 PM IST
જે છોકરી સાથે લગ્ન થવાના હતા, તે જ નીકળી ભાઈની એક્સ-ગર્લફ્રેન્ડ! આ રીતે થયો સમગ્ર બાબતનો ઘટસ્ફોટ
પ્રતિકાત્મક તસ્વીર.

એક યુવકને પોતાની ભાવી પત્ની વિશે જાણવા મળતા જ તેના હોશી ઉડી ગયા હતા. તેની ભાવિ પત્નીએ તેનાથી આ વાત છેલ્લા છ વર્ષથી છુપાવી રાખી હતી. હવે આ બાબતના પગલે યુવક માટે એક મોટી મૂંઝવણ થઈ છે. તે હવે તેની મંગેતર સાથે લગ્ન કરે કે કેમ. તેણે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા વર્ણવી છે.

  • Share this:
નવીદિલ્હી: એક યુવકને પોતાની ભાવી પત્ની વિશે જાણવા મળતા જ તેના હોશી ઉડી ગયા હતા. તેની ભાવિ પત્નીએ તેનાથી આ વાત છેલ્લા છ વર્ષથી છુપાવી રાખી હતી. હવે આ બાબતના પગલે યુવક માટે એક મોટી મૂંઝવણ થઈ છે. તે હવે તેની મંગેતર સાથે લગ્ન કરે કે કેમ. તેણે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા વર્ણવી છે.

મંગેતરે ક્યારેય કહી નહોતી આ વાત


જોન નામના આ યુવકે Reddit પર લખ્યું છે કે તેની ભાવિ પત્ની તેના ભાઈની અગાઉ ગર્લફ્રેન્ડ હતી. આ હકીકત જાણયા પછી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે મંગેતરે આ વાત તેના ક્યારેય કહી નહોતી. જોકે મંગેતર જોનના ભાઈનું અફેર તેમની મુલાકાત પહેલા થયું હતું. જોકે જોનેને એ વાતથી આચકો લાગ્યો હતો કે તે જે છોકરીને પ્રેમ કરે છે, તેણે તેના જૂના સંબંધ તેનાથી છુપાવીને રાખ્યા હતા.

જોને વધુમાં કહ્યું કે તે અને તેની મંગેતર છેલ્લા અઢી વર્ષથી સાથે છે. 5 મહીના પહેલા જ તેમની સગાઈ થઈ હતી. હાલ મંગેતર પ્રેગનન્ટ છે, આ કારણે ઘરના સભ્યોનું ઝડપથી લગ્ન કરવાનું દબાણ છે. જોકે જ્યારે તેને તેના મંગેતરના અફેર વિશે ખ્યાલ આવ્યો ત્યારે હવે તે મૂંઝવણમાં છે કે તે શું કરે.

આ પણ વાંચો:કઈ રીતે ખબર પડ્યું મંગેતરનું રહસ્ય

જોનના જણાવ્યા મુજબ તેણે પોતાના લગ્નની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યાં તેની પોસ્ટ પર મંગેતરનો એક મિત્ર જોડાયેલો હતો, તેણે જોનને એક હક્કીત જણાવી હતી. પહેલા તો તેને સાચ લાગ્યું જ નહિ, જોકે જ્યારે તેણે સ્ક્રીનશોટ અને કેટલાક ફોટા શેર કર્યા તો જોનને પાક્કી ખબર પડી ગઈ કે વાતમાં તથ્ય છે.

આ વાતને લઈને જોન અને તેના ભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. તેણે કોઈને પણ આ વાત ન કહેવાની અપીલ કરી છે. ભાઈનું કહેવું હતું કે તે પરણિત છે. આ વાતથી તેની જીંદગી ખરાબ થઈ શકે છે.
Published by: Vrushank Shukla
First published: October 2, 2022, 5:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading