40 કરોડ યુઝર્સના ટ્વિટર ડેટા લીક થયો, સબૂત તરીકે સલમાન ખાન, WHO અને NASAના ડેટા મોકલ્યા

News18 Gujarati
Updated: December 26, 2022, 7:33 AM IST
40 કરોડ યુઝર્સના ટ્વિટર ડેટા લીક થયો, સબૂત તરીકે સલમાન ખાન, WHO અને NASAના ડેટા મોકલ્યા
twitter data hacked

હૈકરે યુઝર્સના ડેટા ડાર્ક વેબમાં નાખ્યા છે અને ડીલની માગણી કરી છે. સબૂત તરીકે હૈકરે લોકોના મોબાઈલ નંબર, ઈમેલ, ફોલોઅર્સની સંખ્યા વગેરેની જાણકારી પણ ડાર્ક વેબ પર આપી છે.

  • Share this:
નવી દિલ્હી: ટ્વિટરના લગભગ 40 કરોડ યુઝર્સના ડેટા એક હેકરે હૈક કરી લીધા છે. તેમાં મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાંસ્ટીંગ અને બોલીવૂડ એક્ટર સલમાન ખાન સહિત WHO અને NASA ના ડેટા સામેલ છે. હૈકરે યુઝર્સના ડેટા ડાર્ક વેબમાં નાખ્યા છે અને ડીલની માગણી કરી છે. સબૂત તરીકે હૈકરે લોકોના મોબાઈલ નંબર, ઈમેલ, ફોલોઅર્સની સંખ્યા વગેરેની જાણકારી પણ ડાર્ક વેબ પર આપી છે.

આ પણ વાંચો: આટલી ઠંડીમાં પણ રાહુલ ગાંધી ટી શર્ટ પહેરીને કેમ ફરી શકે? ભાજપની આ વાતનો રાહુલ ગાંધીએ આવો જવાબ આપ્યો

હૈકરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ટ્વિટર અથવા એલન મસ્ક જે પણ વાંચી રહ્યા છે, આપ પહેલા 5.4થી વધારે યુઝર્સના ડેટા લીક થવા પર GDPRના દંડનું રિસ્ક લો. ત્યારે આવા સમયે જો હવે આપ 40 કરોડ યુઝર્સના ડેટા લીક થવાના દંડ વિશે વિચારજો. તેની સાથે જ હૈકરે ડેટાને વેચવાની પણ કેટલીય ડીલ આપી છે. તેણે કહ્યું કે, તે કોઈ વચેટિયા દ્વારા ડીલ કરવા માટે તૈયાર છે. આ દરમિયાન એક્સપર્ટનું કહેવું છે કે, આ ડેટા લીક APIમાં આવેલી કોઈ કમીના કારણે હોઈ શકે છે.

આ પણ વાંચો: લટકા-ઝટકાવાળા નિવેદન પર ભાજપે કર્યો વળતો પ્રહાર, 'જો રાહુલ ગાંધી મરદ હોય તો...'

ડેટા લીકનો આ મામલો પહેલો નથી. આ અગાઉ પણ ટ્વિટરના 5.4 કરોડ યુઝર્સના ડેટા હૈકર્સે ચોરી કરી લીધા હતા. જાણકારી અનુસાર, આ ડેટાને ઈંટરનલ બગના કારણે ચોરી કરવામાં આવ્યા હતા. હાલમાં ડેટા લીકની તપાસ ચાલી રહી છે, જેની ઘોષણ આયર્લેન્ડના ડેટા પ્રોટેક્શન કમીશને કરી હતી.
Published by: Pravin Makwana
First published: December 26, 2022, 7:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading