જાનના દિવસે વરરાજો તૈયાર થવા માટે સૈલૂનમાં ગયો, મોડુ થયું તો નાના ભાઈના લગ્ન કરાવી દીધા
News18 Gujarati Updated: February 4, 2023, 12:16 PM IST
પ્રતિકાત્મક તસવીર
લગ્નની તમામ તૈયારીઓ થઈ ચુકી હતી. બધા જાન લઈને જવા તૈયાર થયા હતા. પણ વરરાજો વાળ-દાઢી અને ચહેરાનું ફેશિયલ કરાવાના નામ પર ઘરેથી નીકળી ગયો.
પીલીભીત: ઉત્તર પ્રદેશના પીલીભીતમાંથી લગ્નનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વરરાજો તૈયાર થવા માટે સૈલૂનમાં ગયો હતો. પણ જલ્દી પરત ફર્યો નહીં. તેને ઘણાં ફોન કર્યા, શોધખોળ પણ કરી. પણ તેનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. ત્યારે આવા સમયે તેના નાના ભાઈને વરરાજો બનાવી પરણાવી દેવામાં આવ્યો હતો. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, યુવક કોઈ અન્ય છોકરી સાથે પ્રેમ કરતો હતો એટલા માટે તે આ લગ્ન કરવા માગતો નહોતો. જાન બિલસંડાના એક ગામથી બરેલીના ફતેહગંજ જવાની હતી.
આ પણ વાંચો: કોંગ્રેસના મહિલા ધારાસભ્યને પતિએ કહ્યું રાજનીતિ છોડી, છોકરા સંભાળ, પત્નીએ કહ્યું એ નહીં બને
લગ્નની તમામ તૈયારીઓ થઈ ચુકી હતી. બધા જાન લઈને જવા તૈયાર થયા હતા. પણ વરરાજો વાળ-દાઢી અને ચહેરાનું ફેશિયલ કરાવાના નામ પર ઘરેથી નીકળી ગયો. જ્યારે સવારથી બપોર થયો તો પણ તે ઘરે પરત ન ફર્યો, તો બધાં ચિંતામાં આવી ગયા. તેને ફોન કરવા લાગ્યા. મોબાઈલ સ્વિચ ઓફ આવ્યો. રાતના 9 વાગી ચુક્યા. વરરાજો ગુમ હોવાની સૂચના કન્યા પક્ષને પણ થઈ ગઈ. જે બાદ બંને વચ્ચે વાતચીત કરીને વચ્ચેનો રસ્તો શોધી કાઢ્યો. વરરાજાના નાના ભાઈને વર બનાવાનો નિર્ણય લેવાયો. તેના પર દુલ્હન પણ રાજી થઈ ગઈ. જેવી રીતે નક્કી થયું હતું તેવી રીતે આ લગ્ન પાર પડ્યા, પણ વરરાજો બદલાઈ ગયો હતો.
આ મામલામાં છોકરી પક્ષનું કહેવું છે કે, જો વરરાજાને જવું જ હતું તો પછી સગાઈના દિવસે જ જતું રહેવું હતું. જાનના દિવસે જ શા માટે. આ બાજૂ પિતા દીકરાને લઈને ખૂબ ચિંતામાં છે. તેમણે તો પોલીસને પણ સૂચના આપી દીધી છે. ત્યાર બાદ ગુમ થયેલા વરરાજાનો ફોન સર્વિલાંસ પર રાખ્યો છે. તેનું છેલ્લું લોકેશન બમરોલી રોડ દેખાડી રહ્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, વરરાજાની મરજી વિરુદ્ધ આ લગ્ન થઈ રહ્યા હતા, તેને આ લગ્ન પસંદ નહોતા. પોલીસ કહ્યુ કે, છોકરાના પરિવાર તરફથી લેખિતમાં કોઈ ફરિયાદ મળી નથી.
Published by:
Pravin Makwana
First published:
February 4, 2023, 12:16 PM IST