US: 19 વર્ષીય યુવકે કામથી રજા લેવા પોતાનું જ કર્યું અપહરણ, નોકરી ગુમાવવાનો વારો આવ્યો

News18 Gujarati
Updated: February 24, 2021, 12:58 PM IST
US: 19 વર્ષીય યુવકે કામથી રજા લેવા પોતાનું જ કર્યું અપહરણ, નોકરી ગુમાવવાનો વારો આવ્યો
19 વર્ષના બ્રાંડન સોલસને કામથી રજા મેળવવા માટે પોતાનું જ બનાવટી અપહરણ કર્યું હતું.

નોકરીમાંથી રજા મેળવવા નકલી અપહરણનું નાટક કરનારની પહેલા ધરપકડ થઈ અને બાદમાં નોકરીમાંથી હાંકી કઢાયો

  • Share this:
નવી દિલ્હી. કામથી છૂટકારો મેળવવા તમે શું કરી શકો? સંભવત: તમે તમારા એમ્પ્લોયર પાસે રજા માંગો. પરંતુ અમેરિકા (America)ના એરિઝોના (Arizona)માં આવેલા શહેર કૂલીજના 19 વર્ષીય ફેક્ટરીના કર્મચારીએ રજા મેળવવા માટે પોતાનું જ અપહરણ (Fake Kidpanning) કર્યું હતું.
માણસ કામ મેળવવા માટે કલ્પના કરે છે

‘ડેઇલી મેઇલ’ મુજબ, 19 વર્ષના બ્રાંડન સોલસન (Brandon Soules)એ કામથી રજા મેળવવા માટે પોતાનું જ બનાવટી અપહરણ (Fake Kidnapping) કર્યું હતું. પોલીસ (Police)ના જણાવ્યા મુજબ, ટાયર ફેક્ટરી (Tyre Factory)માં કામ કરતો સોલ્સ તેઓને વોટર ટાવર પાસે મળ્યો હતો. તેના હાથ પટ્ટાથી બાંધેલા હતા અને તેના મોઢું કેળું નાંખીને બંધ કરાયું હતું. તે એક રાહદાર દ્વારા મળી આવ્યો હતો.

તેણે પોલીસને કહ્યું હતું કે તેનું બે શખ્સોએ અપહરણ કર્યું હતું. તેઓએ વોટર ટાવર છોડતા પહેલા સોલસને બેભાન કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેઓએ તેનું અપહરણ કર્યું છે, કારણ કે તેના પિતાએ શહેરની આસપાસ પૈસા છુપાવ્યા હતા.

આ પણ વાંચો, સપનાનું ઘર બાંધવા માટે ગરીબ પરિવારે ભેગા કર્યા હતા 5 લાખ રૂપિયા, ઉધઈ કરી ગઈ ચટ

જોકે, પછીથી જ્યારે કૂલીજ ડિટેક્ટિવ્સે તપાસ હાથ ધરી, ત્યારે તેમને અપહરણ અથવા હુમલો થયો હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા. તેઓએ તેની વાર્તા સાથે મેળ ખાવા માટે સર્વેલન્સ વિડીયો જોવાની કોશિશ પણ કરી હતી. પરંતુ તેના કોઈ ચિહ્નો જોવા ન મળ્યા.આ પણ વાંચો, ઈન્ડોનેશિયાઃ માછીમારની જાળમાં ફસાઈ ‘મ્યૂટેન્ટ શાર્ક’, મનુષ્ય જેવા ચહેરાથી લોકો આશ્ચર્યમાં

એક સ્થાનિક પ્રકાશન, ધ કૂલિજ એક્ઝામિનર અનુસાર, સોલસે પાછળથી પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે તેણે કામમાંથી રાજા લેવાના બહાને આ વાર્તા બનાવી છે. આ બદલ 17 ફેબ્રુઆરી, 2021ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.
એક અધિકારીએ ABCને કહ્યું, "તેણે અમને જણાવ્યું કે સૌપ્રથમ તેણે મોઢામાં કેળું ફસાવ્યું અને ત્યારબાદ તેણે પોતાનો પટ્ટો કાઢીને તેના હાથને પટ્ટાથી બાંધી દીધા અને રસ્તાની બાજુમાં સુઈ ગયો. જ્યાં કોઈ વ્યક્તિ તેને જોઈ શકે."
Published by: Mrunal Bhojak
First published: February 24, 2021, 12:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading