કાળી કમાણીનો ‘કુબેર’ નીકળ્યો ડ્રગ ઇન્સપેક્ટર, દરોડામાં 4 કરોડ રોકડા, 38 લાખના ઘરેણાં મળી આવ્યા

News18 Gujarati
Updated: June 26, 2022, 8:29 AM IST
કાળી કમાણીનો ‘કુબેર’ નીકળ્યો ડ્રગ ઇન્સપેક્ટર, દરોડામાં 4 કરોડ રોકડા, 38 લાખના ઘરેણાં મળી આવ્યા
દરોડામાં ડ્રગ ઇન્સપેક્ટરના ઘરમાંથી અત્યાર સુધી લગભગ ચાર કરોડ કેશ અને 38.27 લાખના ઘરેણા મળી આવ્યા છે

Vigilance Raid - વિજિલેન્સની ટીમને જિતેન્દ્ર કુમારના ઘરથી જમીનના ઘણા કાગળો, અલગ-અલગ બેંકની પાસબુક અને અન્ય કાગળો મળી આવ્યા છે

  • Share this:
પટના : બિહારમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે વિજિલેન્સ બ્યૂરોની (Vigilance Bureau)કાર્યવાહી સતત ચાલી રહી છે. આવકથી વધારે સંપત્તિના મામલામાં (Disproportionate Assets Case)વિજિલેન્સ બ્યૂરોએ શનિવારે ડ્રગ ઇન્સપેક્ટર જિતેન્દ્ર કુમારના પટના (Patna)અને ગયામાં પાંચ સ્થળો પર દરોડા (Vigilance Raid)પાડ્યા હતા. વિજિલેન્સ ટીમે પટનાના સુલતાનગંજના મલેરિયા ઓફિસ સ્થિત જિતેન્દ્ર કુમારના કાર્યાલયની તલાશી લીધી હતી. તેમના સુલતાનગંજના ખાન મિર્ઝા આવાસ ઉપર પણ રેઇડ કરી હતી. દરોડામાં ડ્રગ ઇન્સપેક્ટરના ઘરમાંથી અત્યાર સુધી લગભગ ચાર કરોડ કેશ અને 38.27 લાખના ઘરેણા મળી આવ્યા છે. જપ્ત કરાયેલા પૈસાની ગણતરી નોટ ગણવાની મશીનથી કરવામાં આવી રહી છે.

આ સિવાય વિજિલેન્સની ટીમને જિતેન્દ્ર કુમારના ઘરથી જમીનના ઘણા કાગળો, અલગ-અલગ બેંકની પાસબુક અને અન્ય કાગળો મળી આવ્યા છે. ડ્રગ ઇન્સપેક્ટરના આવાસ પર ચાર ગાડીઓ પણ મળી છે, જેની તપાસ ચાલી રહી છે. દરોડાની કાર્યવાહી હજુ ચાલી રહી છે. માનવામાં આવે છે કે હજુ વધારે મોટા પ્રમાણમાં સંપત્તિ બહાર આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો - ભોપાલના થાણા પ્રભારીએ ઇન્દોર આવીને SI ને મારી ગોળી, પછી કરી લીધી આત્મહત્યા
વિજિલેન્સ બ્યૂરોના ડીએસપી સુરેન્દ્ર કુમાર મહુઆરે દરોડમાં લગભગ ચાર કરોડ રૂપિયા, 38.27 લાખના ઘરેણા જપ્ત કરવાની વાત કહી છે. તેમણે ડ્રગ ઇન્સપેક્ટરની જમીનો સાથે જોડાયેલા કાગળો અને વિભિન્ન બેકોંના જપ્ત પાસબુકના આધારે બધી સંપત્તિનું આકલન કરીને બધી વિગતો રજુ કરવાની વાત કહી છે.

વિજિલેન્સની ટીમે શનિવારે ડ્રગ ઇન્સપેક્ટર જિતેન્દ્ર કુમારના સુલતાનગંજ સ્થિત કાર્યાલય, તેના નિવાસસ્થાનની સાથે-સાથે ગોલા રોડ સ્થિત તેમના અંગત ઓફિસ અને તેમના પૈતૃક આવાસ પર એકસાથે દરોડા પાડ્યા હતા. આવકથી વધારે સંપત્તિના મામલાને લઇને વિજિલેન્સની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કહેવામાં આવી રહી છે.
Published by: Ashish Goyal
First published: June 26, 2022, 8:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading