Video: લગ્નમાં આમંત્રિત મહેમાનો પાસે આધાર કાર્ડ હોય તો જ પ્રવેશ, એક શખ્સે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો

News18 Gujarati
Updated: September 26, 2022, 12:38 PM IST
Video: લગ્નમાં આમંત્રિત મહેમાનો પાસે આધાર કાર્ડ હોય તો જ પ્રવેશ, એક શખ્સે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો
લગ્નમાં આમંત્રિત મહેમાન પાસે આધાર કાર્ડ માગીને પ્રવેશ આપતો વીડિયો વાયરલ થયો.

Video: ઉત્તર પ્રદેશના અમરોહામાં એક લગ્ન દરમિયાન આમંત્રિત મહેમાનોને પણ તેમનું આધાર કાર્ડ બતાવવા માટે ફરજ પાડતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

  • Share this:
લખનૌઃ ઉત્તર પ્રદેશના અમરોહામાં આયોજિત એક લગ્નમાં આમંત્રિત મહેમાનોને તેમના આધારકાર્ડ બતાવવા માટે કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જ તેમને લગ્નસ્થળ પર જવા દેવામાં આવ્યા હતા. હા, તમે બરાબર જ વાંચ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આધાર કાર્ડ માગવાની જાણ થતા મહેમાનો ચિંતામાં


અમરોહાના હસનપુરમાં આ ઘટના બની હતી. લગ્નસ્થળે આવતા મહેમાનો ત્યાં પહોંચતા જ ચિંતિત થઈ ગયા હતા. કારણ કે ત્યાં ઉભેલો એક શખ્સ તેમની પાસે આધાર કાર્ડ માગી રહ્યો હતો. તેમાં જે લોકો આધાર કાર્ડ બતાવતા હતા તેમને જ અંદર જવા દેવામાં આવતા હતા અને ત્યારે જ એક શખ્સ પાસે આધાર કાર્ડ નહોતું તેથી તેને એન્ટ્રી આપવામાં આવી નહોતી. ત્યારે આ શખ્સે ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.



આધાર કાર્ડ બતાવે તેમને જ પ્રવેશ અપાતો હતો


હસનાપુરના ધવારસીમાંથી જાન આવી હતી. ત્યારે લગ્નસ્થળ બહાર મોટું ટોળું ભેગું થયું હતું. ત્યારે ત્યાં આવેલા જાનૈયાઓને આધાર કાર્ડ બતાવવા માટે કહેવામાં આવ્યુ હતુ. તેમાં જે લોકો આધાર કાર્ડ બતાવે તેને લગ્નસ્થળે જવા દેવાતા હતા અને બાકીનાને ઘૂસવા દેવાયાં નહોતા.


ભીડને કંટ્રોલ કરવા આધાર કાર્ડ બતાવવાનું કહ્યુ


મળતી માહિતી પ્રમાણે, 21મી સપ્ટેમ્બરે એક જ જગ્યાએ બે જાન આવી હતી. ત્યારે ભોજન પીરસવાનું શરૂ કર્યુ હતુ અને ત્યારે બીજી જાનના લોકો પણ પ્રવેશ કરતા હતા. ત્યારે કન્યાનો પરિવાર નારાજ થઈ ગયો હતો અને જમણવાર બંધ કરી દીધો હતો. તેમણે ભીડને કંટ્રોલ કરવા માટે આધાર કાર્ડ બતાવવાની શરત મૂકી હતી. જો કે, લગ્નના અમુક મહેમાનો ફિક્સ હતા કારણ કે તે સમયે તેમની પાસે કોઈ ઓળખનો પુરાવો નહોતો.
Published by: Vivek Chudasma
First published: September 26, 2022, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading