કોંગ્રેસના ધારાસભ્ય સ્વ. ડો. અનિલ જોષીયારાના પુત્ર ભાજપમાં જોડાયા, કહ્યુ - 'હું નરેન્દ્ર મોદીથી પ્રેરાઇને BJPમાં જોડાયો'

News18 Gujarati
Updated: May 24, 2022, 11:38 AM IST
કોંગ્રેસના ધારાસભ્ય સ્વ. ડો. અનિલ જોષીયારાના પુત્ર ભાજપમાં જોડાયા, કહ્યુ - 'હું નરેન્દ્ર મોદીથી પ્રેરાઇને BJPમાં જોડાયો'
કેવલ જોષીયારા

Gujarat Politics: ભાજપમાં જોડાતા પહેલા સોમવારે રાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા કેવલ જોષીયારાનો સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તમે ભાજપમાં ન જોડાશો. કોંગ્રેસ તમને સન્માન આપશે.

  • Share this:
અરવલ્લી: ગુજરાતમાં આવનારી ચૂંટણીને (Gujarat Election 2022) પગલે રાજકારણ (Gujarat politics) ગરમાયું છે. ત્યારે આજે ભિલોડાના ધારાસભ્ય સ્વ. ડો. અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારા (Keval Joshiyara)  સી.આર પાટિલની (C R Patil) ઉપસ્થિતિમાં ભાજપમાં (Gujarat BJP) જોડાયા. ભિલોડામાં યોજાનાર કાર્યક્રમનો જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ આખા કાર્યક્રમનો તખ્તો તૈયાર કરીને આખરી ઓપ અપાયો હતો. કેવલ જોષીયારાએ ભાજપમાં જોડાવવા અંગે ન્યૂઝ18ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ભાજપમાં જોડાવવાનો નિર્ણય મારો સ્વતંત્ર છે.

'મારો નિર્ણય સ્વતંત્ર છે'

આજે ભિલોડાની આર.જી. બારોટ બી.એડ કોલેજમાં આ કાર્યક્રમ યોજાવવાનો છે. ત્યારે કેવલ જોષીયારા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, મારો નિર્ણય સ્વતંત્ર છે, હું પહેલાથી ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જોઇ રહ્યો છું. પછી તે ભિલોડા હોય, ગુજરાત હોય કે દેશ હોય નરેન્દ્ર મોદીનો વિકાસ જોઇને મને પણ એમ લાગ્યું કે, મારે પણ તે પક્ષમાં જોડાવવું જોઇએ. જ્યાર સુધી પિતા હતા ત્યાં સુધી હું તેમની સાથે સેવાના કાર્યો કરી રહ્યો હતો. પરંતુ ભાજપમાં જોડાઇને કામ કરવાનો નિર્ણય મારો પોતાનો છે.

આ પણ વાંચો: હાર્દિક પટેલ 30મીએ ભાજપનો ખેસ ધારણ કરશે?

કાર્યક્રમ પહેલા ઉજવણી


'પાર્ટી જે પણ કામ આપશે તે નિષ્ઠાથી કરી'ભિલોડાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ત્યારે અમારા સંવાદદદાતાએ જ્યારે તેમને પૂછ્યું કે, ભાજપ અહીં જીત મેળવી શકશે કે નહીં. આ અંગે તેમણે જણાવ્યુ કે, અહીં કોણ જીત મેળવશે તે તો આવનારો સમય જ બતાવશે. અહીંથી ભાજપ ટિકિટ આપશે કે નહીં તે અંગે હજી કાંઇ નક્કી નથી. ચૂંટણીના એક મહિના પહેલા જ આ અંગેની જાણ થશે. હું ભાજપમાં બિનશરતી જોડાયો છું, તેમની સાથે કોઇ લોભ લાલચની ચર્ચા નથી કરી. હું ભાજપમાં નિષ્ઠાથી કામ કરીશ. પાર્ટી જે પણ કામ આપશે તે નિષ્ઠાથી કરીશ. આશા છે કે, ઉત્તર ગુજરાતમાં લોકો ભાજપનું કામ જોઇને આ વખતે તેમને જ જીતાડશે.

આ પણ વાંચો: સાચવજો! બજારમાં ફરતી થઇ છે નકલી બે હજારની ચલણી નોટો

જગદીશ ઠાકોરે કર્યો હતો સંપર્ક

તેમણે વધુમાં જણાવ્યુ કે, સોમવારે રાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, તે ભાજપમાં ન જોડાય. કોંગ્રેસ તેમને સન્માન આપશે.આ વખતે ઉત્તર ગુજરાત પર કબજો કરશે ભાજપ?

ભાજપ આ વખતની ચૂંટણીમાં આદિવાસી બેઠકો પર કબ્જો જમાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. પહેલા કોંગ્રેસના ખેડાબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા અને હવે કેવલ જોશીયારા ભાજપમાં જોડાયા છે. ભાજપ ઉત્તર ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા માટે કોંગ્રેસના નારાજ નેતાઓને પક્ષમાં સામેલ કરવામાં સફળતા મેળવી રહી હોય તેમ લાગી રહ્યુ છે.
Published by: Kaushal Pancholi
First published: May 24, 2022, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading