ગુજરાતમાં શપથવિધિ પહેલા અપક્ષ ધારાસભ્યો પણ ભાજપનાં સંપર્કમાં, આપી શકે છે સમર્થન?
News18 Gujarati Updated: December 11, 2022, 2:43 PM IST
Gujarat Election Result news: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ બાયડ, વાઘોડિયા, ધાનેરાના અપક્ષ ઘારાસભ્યોએ ગુપ્ત બેઠક કરી છે.
Gujarat Election Result news: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ બાયડ, વાઘોડિયા, ધાનેરાના અપક્ષ ઘારાસભ્યોએ ગુપ્ત બેઠક કરી છે.
અરવલ્લી: ગુજરાતમાં મુખ્યમંત્રીની શપથવિધિ સોમવારે થવા જઇ રહી છે. ત્યારે એ પહેલા રવિવારે રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ બાયડ, વાઘોડિયા, ધાનેરાના અપક્ષ ઘારાસભ્યોએ ગુપ્ત બેઠક કરી છે. બાયડ, વાઘોડિયા, ધાનેરાના અપક્ષ MLAની ગુપ્ત બેઠક થઇ છે. આ સમાચારો વચ્ચે ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના સંપર્કમાં છે તેવા સમાચારો પણ વહેતા થયા છે.
જોકે, ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં વાઘોડિયાનાં અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મોટું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વાઘેલાએ દાવો કર્યો છે કે, હું ભાજપ સાથે, ભાજપમાં જ રહેવાનો છે.
આપનાં નેતા ભાજપમાં જોડાવવાની પણ ચર્ચા થઇ હતી
વિસાવદર AAPના વિજેતા ભૂપત ભાયાણી મોટી જાહેરાત કરી શકે છે. આપનાં જીતેલા ઉમેદવાર ભાજપમાં જોડાઇ શકે છે. જો આવું થાય તો આપ પક્ષમાં મોટું ગાબડું પડી શકે છે. જોકે, આ ચર્ચા પર સ્પષ્ટતા આપતા ભુપત ભાયણીએ જણાવ્યુ કે, મારી જનતાને મળીને તે લોકો કહેશે તે પ્રમાણે હું કરીશ. ભાજપમાં જોડવવાની વાત અફવા છે.
આ પણ વાંચો: પીએમ મોદી કાલે નહીં આજે જ આવશે ગુજરાત
આપનાં ધારાસભ્ય ભુપત ભાયાણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યુ કે, હજુ ભાજપમાં જોડાવવાનો કોઇ એવો નિર્ણય કર્યો નથી. આ વાત અફવા છે. મને પાટીલ અને પીએમ મોદીએ શુભકામના આપી છે. જેનો અર્થ એમ નથી કે હું તેમની સાથે છું. આ ઉપરાંત તેમણે જમાવ્યુ કે, મારી જનતા, ખેડૂતોને કહેશે તે પ્રમાણે નિર્ણય કરીશ. હું જોડવવાનો છું એવું હજુ સ્પષ્ટ નથી. મારે હજી મારી જનતાને મળવાનું બાકી છે. મારી જનતા જે કહેશે એ પ્રમાણે નિર્ણય કરીશ.
Published by:
Kaushal Pancholi
First published:
December 11, 2022, 2:06 PM IST