બનાસકાંઠા: બાઇકનો એક હપ્તો ચડી જતા ફાઇનાન્સના માણસોએ માલિકને જાહેરમાં ફટકાર્યો, વીડિયો વાયરલ


Updated: April 8, 2021, 10:49 AM IST
બનાસકાંઠા: બાઇકનો એક હપ્તો ચડી જતા ફાઇનાન્સના માણસોએ માલિકને જાહેરમાં ફટકાર્યો, વીડિયો વાયરલ
વીડિયો વાયરલ થયો.

થરાદમાં ફાઇનાન્સના સંચાલકોની જાહેર લુખ્ખાગીરી, બાઈક એક હપ્તો ડ્યુ થતા માલિકના જેહારમાં ઢોર માર માર્યો.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: લોકો એક સાથે નાણાની વ્યવસ્થા ન કરી શકતા હોવાથી લોન પર વાહન (Vehicle Loan) લેતા હોય છે. વિવિધ ફાઇનાન્સ કંપનીઓ બાઇક (Bike), કાર (Car) અને અન્ય વાહનો લેવા માટે લોન (Loan) આપે છે. વાહન માલિકો જ્યારે હત્પો (installment ) ભરવામાં નિષ્ફળ રહેતા હોય છે ત્યારે ફાઇનાન્સ સંચાલકો તરફથી વાહન પરત ખેંચી લેવા સુધીના પગલા આવતા હોય છે. જોકે, અમુક સંચાલકો લુખ્ખાગીરી પર પણ ઉતરી આવતા હોય છે અને વાહન માલિકોને હપ્તો ન ભરવા બદલ શારીરિક ઈજા પહોંચાડતા હોય છે. આવા અનેક કિસ્સા ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha district)માં ફાઇનાન્સ સંચાલકોની લુખ્ખાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે.

બનાસકાંઠામાં ખાનગી ફાઇનાન્સના સંચાલકોની જાહેરમાં લુખ્ખાગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બાઈકનો એક હપ્તો ભરવાનો બાકી હોવાથી ફાઇનાન્સ સંચાલકોએ એક યુવક ઉપર જાહેરમાં હુમલો કરી માથામાં પંચ મારી ગંભીર ઇજાઓ પહોચાડી હતી. ઇજાગ્રસ્ત યુવકે થરાદ પોલીસ મથકે હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફાઇનાન્સના હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: RBIની મોટી જાહેરાત: ડિજિટલ પેમેન્ટ કંપનીઓ પણ આપશે RTGS અને NEFTથી પૈસા ટ્રાન્સફરની સુવિધાબનાવની વિગતે વાત કરીએ તો વાવ તાલુકાના આકોલીના વસ્તાભાઇ ભુરાભાઇ દેસાઇએ થરાદમાં આવેલી લક્ષ્મી ફાઇનાન્સમાંથી મોટર સાયકલ ઉપર લોન લીધી હતી. લોન લીધા બાદ તેમની આર્થિક પરિસ્થિતિ કથળતા મોટર સાયકલનો એક હપ્તો ચઢી ગયો હતો. આ દરમિયાન વસ્તાભાઈ થરાદમાં આવેલી ગઢવી હૉસ્પિટલ પાસે ઊભા હતા તે સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ આવી લક્ષ્મી ફાઇનાન્સના હપ્તા કેમ ભરતો નથી તેમ કહી બોલાચાલી કરી હતી.

આ પણ વાંચો: PMને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવો એ મારું સૌભાગ્ય: પંજાબની સિસ્ટર નિશા શર્મા


બાઇક ચાલકને માર માર્યો

આવી વાત બાદ કેટલાક અજાણ્યા શખ્સોએ વસ્તાભાઈને પકડી રાખ્યા હતા. આ દરમિયાન અંકિત અને હરગોવનભાઇએ તેમના માથાના ભાગે પંચ વડે હુમલો કર્યો હતો અને તેમને ગદડાપાટુનો મારા માર્યો હતો. આ ઘટના આજુબાજુના લોકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. જે બાદમાં ઇજાગ્રસ્ત થયેલા વસતાભાઈએ લક્ષ્મી ફાઇનાન્સ તરફથી આવેલા હુમલાખોરો અને સંચાલકો સામે  ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Published by: Vinod Zankhaliya
First published: April 8, 2021, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading