corona મૃતકોને વારસદારોને સહાય સરળતાથી મળે તે માટે Online Portal લોન્ચ, જાણો મહત્વની જાણકારી


Updated: December 4, 2021, 7:04 AM IST
corona મૃતકોને વારસદારોને સહાય સરળતાથી મળે તે માટે Online Portal લોન્ચ, જાણો મહત્વની જાણકારી
ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરતા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

Gujarat corona news: વારસદારોએ મૃતકનું મરણ પ્રમાણપત્ર (Death certificate) અને આરોગ્ય વિભાગે (Department of Health) નિયત કરેલ પુરાવા અપલોડ કરવાના રહેશે.

  • Share this:
ગાંધીનગરઃ કોરોનાના મૃતકોને સત્વરે સહાય મળે એ માટે રાજયસરકાર કટિબધ્ધ છે ત્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Revenue Minister Rajendra Trivedi) અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનુ (Mobile Friendly Online Portal) લોન્ચીગ કરતા મંત્રી વારસદારોએ મૃતકનું મરણ પ્રમાણપત્ર (Death certificate) અને આરોગ્ય વિભાગે (Department of Health) નિયત કરેલ પુરાવા અપલોડ કરવાના રહેશે. દિન-30માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં (bank account) જમા થશે.

મહેસૂલ મંત્રીએ રાજેન્દ્ર ત્રિવેદીએ  જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોનાના કારણે રાજયમા જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહે એ માટે રાજયસરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ છે.

આજે ગાધીનગર ખાતેથી આ મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલનું લોન્ચીંગ કરતા મંત્રીએ રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમા સીધી જમા થશે.

આ પણ વાંચોઃ-Omicronની દહેશત વચ્ચે coronavirus કેસમાં નજીવો ઘટાડો, જાણો ક્યાં કેટલા નોંધાયા કેસ?

તેમણે ઉમેર્યુ કે,ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર Covid-19થી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને રૂ. 50000/- ની સહાય (ex-gratia assistance) આપવાનું નક્કી કરાયુ છે. જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા અરજદારને ખુબ જ ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે ઉમદા હેતુથી ઘરે બેઠા અરજી કરવા માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ મહેસુલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-સુરતઃ કાર અકસ્માતનો live video,બેકાબુ કાર ધડાકાભેર ડિવાઈડરને અથડાઈ, યુવરાજ રાણાનું મોતઆ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.28/11/2021ના ઠરાવ પ્રમાણે Covid -19 ના કારણે મૃત્યુના કોઇ પણ એક આધાર જેવા કે RTPCR, Rapid Antigen Test, Molecular ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના આધાર,  ફોર્મ 4 અથવા  4-A અપલોડ કરવાના રહેશે.

આ પણ વાંચોઃ-સુરતઃ રાંદેરમાં માતાએ પુત્રની હત્યા કર્યા બાદ જીવન ટૂંકાવ્યું, પતિના તેની ભાભી સાથેના હતા આડા સંબંધો

તેમણે કહ્યુ કે,આ સિવાય વારસદારોનું સંમતિ દર્શાવતું સોગંદનામું અને બેંક ખાતાની વિગતો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકાશે અને કરેલ અરજી અન્વયે દિન-30માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુંઅત્રે ઉલ્લેખનીય છે કે હાલ જે રીતે અરજીઓ સ્વીકારવામા આવે છે એ પ્રક્રિયા ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ બે સાઢુ ચોર ઝડપાયા, હાઈવેના મંદિરોને કરતા ટાર્ગેટ, 16 જેટલા મંદિરોમાં કરી ચોરી

આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાની,આરોગ્ય વિભાગના સચિવ અને કમિશ્નર જયપ્રકાશ શિવહરે, રાહત કમિશ્નર  આન્દ્રા અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પોર્ટલ તૈયાર કરવા માટે મહેસૂલ વિભાના અધિકારી કર્મચારીઓ તથા એન.આઈ.સી ગુજરાતના સંનિષ્ઠ પ્રયાસોને બિરદાવીને સમગ્ર ટીમને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
Published by: ankit patel
First published: December 4, 2021, 12:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading