નજર હટી દુર્ઘટના ઘટી! ગોધરામાં બાઇક ચાલક સામેથી આવતી રિક્ષામાં ઘુસી ગયો, જુઓ live Video

News18 Gujarati
Updated: October 2, 2022, 8:48 AM IST
નજર હટી દુર્ઘટના ઘટી! ગોધરામાં બાઇક ચાલક સામેથી આવતી રિક્ષામાં ઘુસી ગયો, જુઓ live Video
ગોધરામાં અકસ્માત સર્જાયો

Accident CCTV : વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, બાઇક ચાલકનું માથુ રિક્ષાના આગળના ભાગે કાંચ તોડીને અંદર જતો રહે છે. આ અકસ્માત બાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં.

  • Share this:
ગોધરા: શહેરના સિગ્નલ ફળિયા રોડ પર ગમખ્વાર અકસ્માત થયો છે. શહેરના સિંગલ ફળિયા પાસે બાઈક અને છકડા રિક્ષા સાથે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો. જેમાં છકડા રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને આવી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા બાઈક ચાલક પોતાની બાઇક છકડા રીક્ષા ચાલક સાથે ધડાકાભેર અથડાયો હતો. જેના કારણે બાઇક ચાલકને ઇજાઓ પણ થઇ હતી.

ગોધરાના સિગ્નલ ફળિયામાં એક બાજુનાં રસ્તા પર કામ ચાલુ હોવાને કારણે ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જેથી એક જ બાજુના રસ્તા પર બંને બાજુના વાહનો ચાલે છે.

વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, બાઇક ચાલકનું માથુ રિક્ષાના આગળના ભાગે કાંચ તોડીને અંદર જતો રહે છે. આ અકસ્માત બાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં. બાઇક ચાલકને છકડા રીક્ષામાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સતત ચોથા વર્ષે સ્વચ્છ સર્વેક્ષણમાં અમદાવાદ બન્યુ સૌથી સ્વચ્છ મેગાસિટી

અન્ય સમાચાર


વલસાડમાં અકસ્માત


વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે 7 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયામાં ખસેડાયા છે. જ્યારે ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. હાઇવે પર આગળ ચાલતા કન્ટેનરની બ્રેક વાગતા પાછળ આવતી બસ ધડાકા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બસનો આગળના ભાગનો ભુકો બોલાઇ ગયો હતો.
Published by: Kaushal Pancholi
First published: October 2, 2022, 8:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading