Narendra Modi in Rajkot: રાજકોટમાં વડાપ્રધાનની જનસભા, કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
News18 Gujarati Updated: November 28, 2022, 9:00 PM IST
નરેન્દ્ર મોદીએ રાજકોટમાં જનસભા સંબોધી
Narendra Modi in Rajkot: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં સભાને સંબોધન કર્યુ છે. તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં સભાને સંબોધન કર્યુ છે. તેમણે અહીં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી. સાથે જ સરકારે કરેલા વિકાસના કામોનો હિસાબ-કિતાબ આપ્યો હતો.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસના રાજમાં દેશના પૈસા લૂંટાતા હતા. ભાજપે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમારી પાઇ-પાઇ બચાવી. દેશમાં ચોર હોય તો ભલું ના થાય. ભલું થાય છે એટલે ચોરોને તકલીફ થાય છે. કોંગ્રેસ ચાહતી હતી કે, દેશનો મધ્યમ વર્ગ સરકારના ચક્કર લગાવતો રહે. આ જ એમને ગમતું હતું.’
આ પણ વાંચોઃ મોદીએ કહ્યુ, ‘એક મારું અંગત કામ છે, કરશો ને?’, જાણો આ કામ કયું
‘વર્ગ 3-4 માટે ઇન્ટરવ્યૂ બંધ કરાવી દીધા’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ‘અમારો જનતા પર એવો ભરોસો છે કે, અમે વર્ગ 3 અને 4 માટે ઇન્ટરવ્યૂ જ બંધ કરાવી દીધાં. આજે દેશમાં વગર ઇન્ટરવ્યૂ વગર નોકરીઓ મળે છે. કારણ કે અમને જનતા પર ભરોસો છે.’
મુદ્રા યોજનામાં પાંચ દિવસ પહેલાં લોકો પૈસા ભરે છેઃ મોદી
યોજના વિશે તેમણે કહ્યુ હતુ કે, ‘અમે સખી મંડળોને 20 લાખ સુધીની રકમ આપવાનું નક્કી કર્યું છે. બહેનો પાંચ દિવસ પહેલાં પૈસા ભરી દે છે. નાના વેપારી, યુવાનો, દીકરા-દીકરીઓ પર ભરોસો કરીને મુદ્રા યોજના લાવી. જેમાં વગર ગેરંટીએ પૈસા મળે. 20 લાખ કરોડ રૂપિયા આપ્યાં. નાના માણસોને આપેલી રકમ સમયસર જમા થાય છે.’
Published by:
Vivek Chudasma
First published:
November 28, 2022, 8:50 PM IST