'હું શૌચાલય બંધ કરાવુ છું, હોટલ નહીં;' દારૂના નશામાં ધૂત પોલીસ જવાનનો વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: September 25, 2022, 4:33 PM IST
'હું શૌચાલય બંધ કરાવુ છું, હોટલ નહીં;' દારૂના નશામાં ધૂત પોલીસ જવાનનો વીડિયો વાયરલ
રાજકોટમાં ટ્રાફિક પોલીસે દારૂના નશામાં હંગામો મચાવ્યાનો વીડિયો વાયરલ થયો છે.

Rajkot Viral Video: રાજકોટની નીલકંઠ ટોકિઝ પાસે ટ્રાફિક પોલીસ જવાન ચિક્કાર દારૂ પીને હોટેલ અને દુકાનો બંધ કરાવવા નિકળ્યો હતો, હંગામો મચાવતો વીડિયો વાયરલ

  • Share this:
રાજકોટ: રાજકોટમાં ટ્રાફિક પોલીસના જવાને દારૂ પીને દુકાન બંધ કરાવી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. રાજકોટની નીલકંઠ ટોકિઝ પાસે ટ્રાફિક પોલીસ જવાન ચિક્કાર દારૂ પીને હોટેલ અને દુકાનો બંધ કરાવવા નિકળ્યો હતો. વાયરલ વીડિયો પ્રમાણે આ ટ્રાફિક જમાદારને બોલવાનું પણ ભાન રહ્યું નહોતું. આ ટ્રાફિક જમાદારનું નામ નરભેરામ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં ટ્રાફિક જમાદારના ખેલનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જેમાં ટ્રાફિક જમાદારને બોલવાનું પણ ભાન રહ્યું ન હોય તેમ કહે છે કે, હું શૌચાલય બંધ કરાવું છું, હોટલ બંધ ન કરાવું.

રાજકોટમાં ટ્રાફિક પોલીસે દારૂના નશામાં હંગામો મચાવ્યાનો વીડિયો વાયરલ થયો છે. શહેરના નીલકંઠ ટોકીઝ પાસે આવેલ ચા અને પાનની દુકાનો બંધ કરવા ટ્રાફિક પોલીસ જવાન નીકળ્યો હતો. દારૂની રેડ કરતી પોલીસ જ ખુદ દારૂ પીધેલી હાલતમાં જોવા મળી છે. ટ્રાફિક પોલીસ જવાન દારૂ પી દુકાનો બંધ કરવા નીકળ્યો હતો. એક બાજુ પોલીસ નાના માણસોને પકડી દારૂ કેસમાં પાઠ ભણાવતી હોય છે, ત્યારે હવે પોલીસ પોતે જ પીધેલી હાલતમાં જાહેરમાં હંગામો મેચાવે તો નાગરિકોના માનસ પર તેમની છબી શું ઉપસે તેનો અંદાજ લગાવી શકાય છે.


આ પણ વાંચો: પોલીસને બાતમી આપવા બાબતે સોગંધ ખાવા લઈ ગયા મિત્રો, રસ્તામાં જ મિત્રતા લજવી

ટ્રાફિક પોલીસ જવાન નરભેરામ પટેલ નામના ટ્રાફિક પોલીસની હંગામો મચાવ્યો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે, આ જવાનને બોલવાનું પણ ભાન નથી. ચિક્કાર પીધેલો આ જવાન હોટેલ અને દુકાનો બંધ કરાવવા નિકળ્યો હતો, પરંતુ તેની નશામાં તેની સ્થિતિનો અંદાજ એ વાત પરથી આવે છે કે તેને હોટલ પણ શૌચાલય લાગે છે. તે કહે છે કે, હું હોટલ નહીં શૌચાલય બંધ કરાવું છું. આવા જવાન પ્રત્યેક નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે દારૂ બંધીની મોટી મોટી વાતો કરતા મોટા અધિકારી હવે શું કરશે, તે જોવાનું રહ્યું.
Published by: Azhar Patangwala
First published: September 25, 2022, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading