અમદાવાદથી કાર લઈને સુરત ચેઈન સ્નેચિંગ કરવા આવતો રીઢો આરોપી ઝડપાયો, આવી હતી મોડસ ઓપરેન્ડી


Updated: October 29, 2020, 4:40 PM IST
અમદાવાદથી કાર લઈને સુરત ચેઈન સ્નેચિંગ કરવા આવતો રીઢો આરોપી ઝડપાયો, આવી હતી મોડસ ઓપરેન્ડી
પ્રતિકાત્મક તસવીર

સ્નેચર અમદાવાદાથી સુરત કાર લઈને આવતો હતો અને કાર છેવાડાના વિસ્તારમાં પાર્ક કરી બાઈક ચોરી અલગ અલગ વિસ્તારમાં વયોવૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ બનાવતો હોવાની કબૂલાત કરી હતી.

  • Share this:
સુરતઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચેઈન સ્નેચિંગના (Chain snatching) બનાવોમાં ભારે ઉછાળો આવ્યો હતો. પોલીસ માટે માથાનો દુઃખાવારૂપ બની ગયેલા ચેઈન સ્નેચરને (Chain Snatcher) આખરે ઝડપી પાડવામાં સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે (crime branch) ગઈકાલે બાતમીના આધારે પાંચ સોનાની ચેઈન સાથે અમદાવાદનો (Ahmedabad) રીઢા ચેઈન સ્નેચરને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પુછપરછમાં સ્નેચર અમદાવાદાથી સુરત કાર લઈને આવતો હતો અને કાર છેવાડાના વિસ્તારમાં પાર્ક કરી બાઈક ચોરી અલગ અલગ વિસ્તારમાં વયોવૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ બનાવતો હોવાની કબુલાત કરી હતી.જોકે આ ગેંગ સાથે અન્ય એક ગૅંગ જે ગુનાહિત ધરાવતા અન્ય એક ગૅંગના ચાર લોકોને જયારે રિક્ષામાં આવી ને પાર્ક કરેલ ગાડીના કાચ તોડતી એક ગેગના બે લોકોને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે

સુરત  પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા આગામી દિવાળી તહેવાર નિમીતે ચેઈન, મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ અંગે જરૂરી તકેદારી રાખી ગુના આચરતા આરોપીઓને ઝડપી પાડી ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવા માટે સુચના આપી હતી જે અંતર્ગત મદદનીશ પોલીસ કમિશનર આર.આર.સરવૈયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ચેઈન સ્નેચિંગ સ્કોડના માણસો પેટ્રોલીગમાં હતા તે વખતે મળેલી બાતમીના આધારે ઉમેશ ઉર્ફે લાલો ગુલાબજી ખટીક (ઉ.વ.૨૫.રહે, લખુડી તલાવડી કો. હા. સોસાયટી નારણપુરા અમદાવાદ તથા અષ્ટવિનાયક રેસીડન્સી ચાંદલોડીયા અમદાવાદ)ને ઝડપી પાડી તેની પાસેથી સોનાની ચેઈન નંગ-ચાર અને સોનાની તુલસીની માળા નંગ ૧ મળી કુલ રૂપિયા ૩,૧૫,૭૭૨નો મુ્દ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં ઉમેશ ખટીક અગાઉ અમદાવાદ અને સુરતમાં ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને નવેમ્બર ૨૦૧૯માં જેલમાંથી છુટ્યો છે. ઉમેશ જેલમાંથી છુટ્યા બાદ અમદાવાદથી પોતાની કાર લઈને સુરત ચેઈન સ્નેચિંગ કરવા માટે આલતો હતો તે કારને શહેરના છેવાડાના વિસ્તારમાં પાર્ક કરતો હતો અને ત્યારબાદ ચેઈન સ્નેચિંગ કરવામાટે મોટર સાયકલની ચોરી કરતો અને પોતાની ઓળખ છતી ન થાય તે માટે સારુ હેલ્મેટ પહેરી ચોરીની બાઈક  ઉપર શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી દાગીના પહેરેલ વયવુધ્ધ મહિલાઓને ટાર્ગેટ બનાવી ચેઈન સ્નેચિંગ કરી બાઈકને કામરેજ ચાર રસ્તા પાસે આજુબાજુના વિસ્તારમાં બિનવારસી હાલમતાં મુકી જતો હતો.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે વિદ્યાર્થિનીઓને ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ છ દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, પોલીસે બે શિક્ષકોને દબોચી લીધા

ઉમેશની પુછપરથમાં અમરોલીના બે, ખટોદરા, અડાજણ, સરથાણા ઍક-ઍક ચેઈન સ્નેચિંગના અને સરથાણાનો વાહન ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે.ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદથી સુરત ચેઈન સ્નેચિંગ કરવા આવતા રીઢા ચેઈન સ્નેચર ઉમેશ ખટીકને ઝડપી પાડી હાથ ધરેલી પુછપરછમાં ચોકાવનારી વિગત બહાર આવી છે.

આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! શ્વાન બાંધવાની સાંકળથી પતિએ પત્નીને આપ્યો ટુંપો, પછી ચપ્પા વડે કરી હત્યા, ઓગસ્ટમાં જ થયા હતા Love મેરેજઉમેશ અમદાવાદથી સુરત કાર લઈને ચેઈન સ્નેચિંગ કરવા માટે આવતો હતો અને કારને શહેરના છેવાડે પાર્ક કરી બાઈક ચોરી કરી તેના ઉપર ચેઈન સ્નેચિંગ કરતો હતો. ઉમેશ સામે અમદાવાદમાં ચેઈન સ્નેચિંગના ૧૫ અને અપહરણનો ઍક ગુનો દાખલ થયો છે. જયારે સુરતમાં ચેઈન સ્નેચિંગના ૮, વાહન ચોરીના ૪ મળી કુલ ચેઈન સ્નેચિંગના ૨૩, વાહન ચોરીના ૪ અને અપહરણનો ઍક કેસ મળી કુલ ૨૮ ગુનાઓ દાખલ થયા છે. તેમજ ઉમેશ ત્રણ વાર પાસામાં સુરત, ભુજ જેલની હવા ખાઈને આવ્યો છે.

આ પણ વાંચોઃ-લગ્ન બાદ પતિ પત્ની સાથે ન્હોતો બાંધતો શરીર સંબંધ, પત્નીએ આ અંગે પતિને પૂછ્યા બાદ ભારે પસ્તાઈ

જોકે બીજા બનાવમાં પોલીસે મોહિત પટેલ અક્ષય ઉત્તરપુરે કરણ તીરમલે અને અમિત નામના ચાર યુવાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પડવામાં આવિયા હતા જોકે આ યુવાનો પણ મોટર સાઇકલ મહિલાને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિક કરતા હતા જોકે પોલીસે પકડાયેલા ઈઅમૉ પાસેથી બે ગાડી સાથે 9 સોનાની ચેન કબજે કરી હતી જોકે પકડાયેલ આરોપી મોટા પ્રમાણ માં ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા હતા જેમાં આરોપી પોતા મોજ શોખ પુરા કરવા માટે રાત્રી કે વહેલી સવારે રસ્તા પર જતા લોકોને પોતાના નિશાન બનાવતા હતા.

આરોપી ઉંમરમાં પાંચ ખટોદરામાં બે અને રાંદેરમાં એક ગુનાને અંજામ આપીયાની કબૂલાત કરી હતી. જોકે આરોપી મોહિત વિરુદ્ધ 9 જેટલા ગુણ દાખલ થયા છે જેમાં ચાર ઉંમર પોલીસ મથકમાં લીબાયત પોલીસ મથકમાં એક પાંડેસરામાં બે જયારે સાચી અને અડાજણ એક એક ગુનો દાખલ થયેલો છે જોકે અક્ષય વિરુદ્ધ 6 ગુણ દાખલ થયેલા છે જેમાં ઉમરા અને ખટોદરા માં બે બે ગુના પાંડેસરા અને ઉધના એક એક ગુણ દાખલ થયેલા છે જયારે કરણ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં 3 જેટલા ગણા દાખલ થયેલા છે.

જોકે ત્રીજા બાવમાં પોલીસે મહમદ હુસેન યુસુબ શેખ અને તેના સાગરિક મોહમ્મદ કલીમ ગફાર શેખને પોલીસે ઝડપી પડિયા હતા જોકે આ બંનેવ સમ પોતાની રક્ષામાં શહેરના પોઝ વિસ્તરમાં જતા હતા અને ત્યાં પ્રક કરેલ ગાડીના કાચ તોડી ને ગાડીમાં રહેલ કિંમતી સમાન ની ચોરી કરતા હતા જોકે આરોપી પૂછપરછ માં પોલીસ ન ખટોદરા બે અને અઠવામાં પોલીસ હદમાં બનેલ એક ગુનાનો બેડ ઉકેલવામાં સફળતા મળી હતી જયારે પકડાયેલ આરોપી મોહમ્મદ હુસેન શેક વિરુદ્ધ ઉંમરમાં બે ગુણ અને જયારે અઠવા ખટોદરા અને ચોકબજાર માં એક એક ગુનો ભૂતકાળ માં નોંધાયા હોવાનું સામે આવ્યુ તું જોકે પોલીસે આ તમામ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by: ankit patel
First published: October 29, 2020, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading