સુરત : કોંગ્રેસની કારમી હાર બાદ કાર્યલયમાં તોડફોડ કરનાર ચાર કાર્યકરો સસ્પેન્ડ કરાયા


Updated: February 28, 2021, 10:02 PM IST
સુરત :  કોંગ્રેસની કારમી હાર બાદ કાર્યલયમાં તોડફોડ કરનાર ચાર કાર્યકરો સસ્પેન્ડ કરાયા
કોંગ્રેસ કાર્યકર સસ્પેન્ડ

ચૂંટણી પહેલા ટિકિટ વહેંચણીને લઈને થયેલા વિવાદને લઈને કાર્યકરોમાં નારાજગી હતી

  • Share this:
સુરત : હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. સુરત મહાનગર પાલિકા ચૂંટણીમાં કોગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નહિ હોવાને લઈને કાર્યકરોએ પોતાનો ગુસ્સો સુરત કોંગ્રેસ પ્રમુખ અને કાર્યાલય પર કાઢ્યો હતો. આ ઘટનામાં કાર્યાલય તોડફોડ કરવામાં આવી હતી, જેને લઈને સુરતના ચાર જેટલા કાર્યકરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ચૂંટણી પહેલા ટિકિટ વહેંચણીને લઈને થયેલા વિવાદને લઈને કાર્યકરોમાં નારાજગી હતી. જોકે આ નારાજગી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામે આવી અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોગ્રેસ પક્ષે એક પણ સીટી પર વિજય મેળવામાં નિષ્ફળ રહી હતી, જેને લઈને ચૂંટણીની હાર માટે સુરતના કોંગ્રેસના કાર્યકરોમાં મોટા પ્રમાણમાં રોષ જોવા મળ્યો હતો અને આ રોષ કાર્યકરો દ્વારા કોગ્રેસ કાર્યાલય અને કોગ્રેસ પ્રમુખ પર કાઢવામાં આવ્યો હતો.

કોગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકોરો પોંહચ્યા અને પહેલા તોડફોડ અને ત્યાર બાદ અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમનો આક્ષેપ હતો કે, ટિકિટ વહેંચણી અને ચૂંટણી દરમિયાન અંદરો અંદર અને લગતા વળગતા લોકોને ટિકિટ આપવામાં આવી હતી, જેને લઈને કોગ્રેસ ચૂંટણી હારી ગયું હતું, કાર્યકરોના રોશને લઈને પક્ષની ગરિમા જળવાઈ નહિ હોવાને લઈને આવા કાર્યકરો પક્ષને નુકસાન કરતા હોવાનું જણાવી ચાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ મામલે કોંગ્રેસે સુરેંદ્ર લશ્કરી, ધર્મેશ મિસ્ત્રી, સ્લિમ ઘડીયારી અને નિકુંજ પાનસેરિયાની પક્ષ દ્વારા સસ્પેંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે ચૂંટણી હરવા માટે કાર્યકરો ટિકિટની વેંચણીમાં પ્રમુકે કે જે ગોબા ચારી કરી હતી અને જેને લઈએં કકાર્યકરો નારાજગીને કારણ કે આ કારમી હાર વેઠવાઈ વારી આવી છે જેને લઈને પોતાનો રોષ ઠાલવીયો હતો અને પક્ષની ગરિમા જાળવી શક્ય ન હોવાને લઈને પક્ષ ધારા આ પગલાં લેવામાં આવિયા છે જોકે આવી ઘટના દર ચૂંટણી દરમિયાન કોગ્રેસમાં જોવા મળે છે.
Published by: kiran mehta
First published: February 28, 2021, 10:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading