સુરત : 'ચૂંટણીમાં લોકો માસ્ક વગર ફરતા હતા ત્યારે તમે ક્યા હતા?' પ્રજાનો રોષનો Video થયો Viral


Updated: March 1, 2021, 5:47 PM IST
સુરત : 'ચૂંટણીમાં લોકો માસ્ક વગર ફરતા હતા ત્યારે તમે ક્યા હતા?' પ્રજાનો રોષનો Video થયો Viral
સુરતનો વીડિયો વાયરલ

સુરતમાં ચૂંટણી સમાપ્ત થતા SMCને કોરોના યાદ આવ્યો પરંતુ દુકાનદારોએ ચૂંટણીની રેલીઓ યાદ કરાવતા દંડ માંગવો ભારે પડ્યો

  • Share this:
સુરત : સુરત શહેરમાં (surat) ચૂંટણી (Elections) સમાપ્ત થતા જ મનપાને જાણે યાદ આવ્યું કે કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણ છે અને તેના કારણે લોકોને ચેપ લાગી શકે છે. કારણ કે ચૂંટણી દરમિયાન મનપાના દંડ 'વસૂલતા' અધિકારીઓ જાણે કે ઓજલ થઈ ગયા હોય તેવો ઘાટ સર્જાયો હતો. ચૂંટણીમાં કોરોના ભૂલાઈ ગયો હતો પરંતુ ચૂંટણી સમાપ્ત થતાની સાથે જ કોરોના વાયરસની યાદ આવતા એસએમસીના કર્મચારીઓ દંડ વસૂલવા નીકળ્યા હતા. જોકે, આ કર્મચારીઓને પ્રજાના રોષનું ભોગ બનવું પડ્યું છે અને તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકોએ મનપાની ટીમને કહ્યુ હતું કે 'ચૂંટણીની રેલીઓ સમયે ક્યા હતા તમે, ત્યારે કેમ દંડ નહોતો વસૂલ્યો?' આટલુ સાંભળતા જ મનપાના કર્મચારીઓને જવાબ આપવો ભારે પડી ગયો હતો.

આજે સુરત મનપાની ટીમ શહેરના ડીંડોલી વિસ્તારમાં માસ્કનો દંડ વસૂલવા માટે ગઈ હતી ત્યારે સુરતના લોકોએ તંત્રની ટીમને આડા હાથે લઈને ચૂંટણી સમયે દંડ ન લઇને હવે ચૂંટણી પછી સામાન્ય માણસને કેમ હેરાન કરો છો કહીને ઉધડો લઇને ભગાડ્યા હતા. જોકે લોકો મનપા ટીમને આડે હાથ લીધા હતા તે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા લોકોને કોરોના સંક્રમણથી બચવા માટેની એક ગાઇડલાઇનનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. અને જો કોઈ વ્યક્તિ આ ગાઇડલાઇનનું પાલન ન કરે તો તંત્ર દ્વારા માસ્ક ન પહેરનારઓને દંડ કરવામાં આવે છે.

આ પણ વાંચો : સુરત : કતારગામના બિલ્ડર સાથે 1 કરોડની ઠગાઈનો કિસ્સો, મહિલા નીકળી 'નકલી ડેપ્યુટી કલેક્ટર'

જોકે કોરોનાની રસી આવી જતા અને કોરોનાના દર્દીની સંખ્યા ઓછી થતા તંત્ર દ્વારા ચૂંટણી સમયે જાણે કે કોરોના નાબૂદ થઈ ગયો હોય તેમ રાજકારણીઓને મન ફાવે તેમ વર્તવાની છૂટ આપવામાં આવી હતી.

જોકે આ ચૂંટણીમાં નેતા અને પાર્ટીના કાર્યકરો કોરોનાની ગાઈડલાઇનનું પાલન ન કરતા ફરી એક વાર કોરોના વાયરસના દર્દી વધવા લાગતા તંત્ર દ્વારા ગાઈડ લાઇન નામે ફરી દંડ વસૂલવાનો શરુ કરાયો છે. તેવામાં ગતરોજ સુરતના ડિંડોલી વિસ્તારમાં મનપા ટિમે લોકોને માસ્ક ન પહેરતા લોકો પાસે દંડ વસૂલવા જતા  દુકાનદારો ઉશ્કેરાયા હતા અને મનપા ટીમને ચૂંટણી સમયે ક્યાં ગયા હતા નેતા અને તેના ચેલા માસ્ક વગર ફરતા હતા ત્યારે કેમ દંડ ન કર્યો અને હવે ચૂંટણી પુરી થતાની સાથે સામાન્ય માણસોને અને દુકાનદારોને દંડ કરી હેરાન કરોછો? કહીને ઉધડો લીધો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

જોકે, માસ્ક વગર અને ટોળા એકઠાં કરતા એક પણ નેતાને હજુ સુધી કોઈ દ્વારા દંડ કરવામાં આવ્યો હોય તેવું સામાન્ય પ્રજાના ધ્યાને આવ્યું નથી ત્યારે માસ્કના આ દંડ સામે પ્રજાનો રોષ વ્યાજબી છે પરંતુ પ્રજાએ માસ્કના દંડ ખાતર નહીં પરંતુ કોરોનાના સંક્રમણ માટે સ્વહિત અને ચેપને અટકાવવા માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અનિવાર્ય છે.
Published by: Jay Mishra
First published: March 1, 2021, 5:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading