સુરત Corona કેસમાં ફરી ઉછાળો: આજે બપોર સુધીમાં જ 180 કેસ, કતારગામ-અઠવા-રાંદેરમાં સ્થિતિ ખરાબ


Updated: September 19, 2020, 4:40 PM IST
સુરત Corona કેસમાં ફરી ઉછાળો: આજે બપોર સુધીમાં જ 180 કેસ, કતારગામ-અઠવા-રાંદેરમાં સ્થિતિ ખરાબ
પ્રતિકાત્મતક તસવીર

નવા નોંધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ...

  • Share this:
સુરતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે કેસોની સંખ્યા વધી રહી છે. પરિણામે પાલિકા દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા ટેસ્ટીંગની પ્રકિયા શરૂ કરી છે. આ ઉપરાંત હિરા અને કાપડ ઉદ્યોગમાં એસ.ઓ.પી.નું પાલન ન કરનારા માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તે દરમ્યાન સુરતમાં શનિવારે બપોરના સમયે ૧૮૦ કેસ નોંધાયા છે. આ સાથે શહેર - જીલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા ૨૫,૮૭૨ પર પહોંચી છે.

સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઉછાળો નોંધાયો છે. તંત્ર દ્વારા કોરોના વાયરસના કેસો કંઇ રીતે ઓછો થાય તે માટે તમામ તકેદારીના પગલા લેવાયા હોવા છતાં કેસોમાં વધારો નોંધાતા તંત્રમાં પણ ચિંતા દેખાઇ રહી છે.

ખાસ કરીને શહેરના કતારગામ, અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે. તે દરમ્યાન શનિવારે બપોર સુધી સુરત શહેરમાં ૯૦ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં ૧૯,૪૭૫ કેસો નોંધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં કેસોની સંખ્યામાં વધારો નોંધાતા જીલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે.

બપોર સુધી અધધ ૯૦ કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૬,૩૮૭ કેસો નોંધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૨૫,૮૭૨પર પહોંચ્યો છે. જયારે એકનું મોત નિપજતા અત્યાર સુધી ૮૮૮ ના મોત નિપજયા છે.

આ પણ વાંચો - સુરત: હીરાના આ પાંચ કારખાનામાં 16 કર્મચારી Corona ગ્રસ્ત મળતા હાહાકાર, કતારગામમાં રત્નકલાકારોમાં સંક્રમણ વધ્યું

આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઅો સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ૨૨,૩૦૨ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આમ રીકવરી રેટ લગભગ ૮૮ થી ૮૯ ટકા થયો છે. નવા નોંધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

હાલ વિવિધ હોસ્પિટલોમાં ૮૬૧ એકટીવ છે. જયારે સિવીલમાં ૧૪૭ અને સ્મિમેરમાં ૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત સુરત શહેરમાં પાલિકાએ કોરોન્ટાઇન ફેસીલીટીની વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં ૩૯,૮૧૮ લોકો કોરોન્ટાઇન હેઠળ છે, જયારે પાલિકા દ્વારા એસ.ઓ.પી.નું પાલન ન કરનારા ૪૪ હજાર જેટલા વ્યકિતઓ પાસેથી હમણાં સુધી ૧.૯૫ કરોડની રકમ દંડ સ્વરૂપે વસુલ કરી છે.
Published by: kiran mehta
First published: September 19, 2020, 4:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading