સુરત : પિતાની નજર સામે કાકાએ ભત્રીજાની તલવારથી પતાવી દીધો, કેમ કર્યું મર્ડર? કર્યો ખુલાસો


Updated: March 7, 2021, 5:10 PM IST
સુરત : પિતાની નજર સામે કાકાએ ભત્રીજાની તલવારથી પતાવી દીધો, કેમ કર્યું મર્ડર? કર્યો ખુલાસો
કાકાએ ભત્રીજાની કરી હત્યા

મુખ્ય આરોપી પિતરાઈ કાક બાબલા ઉર્ફે બાબુલા સ્વાઈ સન ૨૦૦૦ અને ૨૦૦૩માં સચીન અને પાંડેસરામાં હત્યા કેસમાં પકડાઈ ચૂક્યો છે.

  • Share this:
સુરત : વતનમાં જુગાર રમતી વખતે હારી જવાને કારણે થયેલા ઝઘડાની અદાવત રાખી ભેસ્તાન જય અંબેનગર સોસાયટીમાં રહેતા યુવકની તેના પિતાની નજર સામે જ તલવાર અને હથોડાના ઘા ઝીકી હત્યા કરનાર પિતરાઈ કાકા સહિત તેના છ સાગરીતોની પોલીસે ગઈકાલે ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં હત્યારો પિતરાઈ કાકા અગાઉ બે હત્યામાં પણ પોલીસમાં પકડાઈ ચૂક્યો હોવાનુ બહાર આવ્યું છે.

સુરતના ભેસ્તાન ફાયર સ્ટેશનની સામે જયઅંબેનગર સોસાયટીમાં રહેતા મૂળ ઓરીસ્સાના ગંજામ જિલ્લાના બહારપુર ગામના વતની કપિલ ઉદયનાથ સ્વાંઈના પુત્ર ગૌતમની દોઢ મહિના પહેલા વતનમાં કોટુબિંક કાકા બાબુલા ઉર્ફે લંબુ સદા સ્વાઈ સાથે જુગારમાં હારી જવા બાબતે ઝઘડો થયો હતો.

આ પણ વાંચોસુરત : રત્નકલાકારની પત્ની સાથે દુષ્કર્મનો આરોપી ઝડપાયો, પરિણીતાએ જણાવી બ્લેકમેઈલિંગની કહાની

જે ઝઘડાની અદાવત રાખી બાબલા ઉર્ફે બાબુલાઍ ગત તા ૫મીના રોજ રાત્રે નવેક વાગ્યે તેના સાગરીત મિથુન સુભાષ પાઢી (રહે, ભેસ્તાન સરસ્વતી આવાસ), ધોબા ભગવાન સ્વાંઈ (રહે, ગણેસનગર પાંડેસરા), પુનમચંદ વિપ્ર ગોડ (રહે, ગણેશનગર પાંડેસરા), નિલાંચલ કબિરાજ ગૈડ (રહે, સચીન), બલરામ ઉર્ફે બલીયા સ્વાંઈ અને ગુલ્લુસિંહ સાથે તલવાર, હથોડા અને લાકડાના ફટકાથી સાથે કપિલના ઘરે ધસી આવ્યો હતો, અને કપિલને ઘરની બહાર કાઢી તેની નજર સામે જ ગોતમને માથામાં અને શરીરના ભાગે તલવાર અને હથોડાના ઉપરા છાપરી ઘા માર્યા હતા.

આ પણ વાંચો - મોરબી : પત્નીએ પ્રેમી સાથે મળી ફિલ્મી ઢબે પતિની કરી હત્યા, કેવી રીતે થયો પર્દાફાશ?

ગોતમની લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ગૌતમનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું, પોલીસે કપિલની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી અને ગઈકાલે હત્યામાં સંડોવાયેલા છ આરોપીની ધરપકડ કરી હતી. વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યુ હતું કે, મુખ્ય આરોપી પિતરાઈ કાક બાબલા ઉર્ફે બાબુલા સ્વાઈ સન ૨૦૦૦ અને ૨૦૦૩માં સચીન અને પાંડેસરામાં હત્યા કેસમાં પકડાઈ ચૂક્યો છે. જોકે પોલીસે આ મામલે વધુ તપાસ સાથે પકડાયેલ આરોપી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: March 7, 2021, 5:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading