ગર્ભવતી મહિલાનું માસ્ક નાક પર હોવાથી દંડ થયો, રાજકોટ બાદ સુરતમાં પોલીસ-દંપતિ વચ્ચે માથાકૂટ


Updated: December 2, 2020, 10:40 PM IST
ગર્ભવતી મહિલાનું માસ્ક નાક પર હોવાથી દંડ થયો, રાજકોટ બાદ સુરતમાં પોલીસ-દંપતિ વચ્ચે માથાકૂટ
સુરત પોલીસ સાથે દંપતિની માથાકૂટ વીડિયો થયો વાયરલ

મહિલાનો આક્ષેપ મારા નાક નીચે માસ્ક હતું, અમે કારમાં હતા, શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી માસ્ક નીચે ઉતાર્યુ હતું!

  • Share this:
કોરોનાવાયરસનું સંક્રમણ વધે નહીં તે માટે લોકો ફરજીયાત માસ્ક પહેરે તે માટે તંત્ર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેવામાં રાજકીય નેતા કે અધિકારી માસ્ક વગર શહેરમાં ફરી શકે છે પણ સામાન્ય વ્યક્તિનું ફરવું મુશ્કેલ છે. તેવામાં સુરત પોલીસેને લોકોને માસ્ક પહેરાવવા કરતા દંડ વસૂલવામાં વધુ રસ ધરાવતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે પોલીસ કમિશનર ઓફિસ પાસે એક ગર્ભવતી મહિલા નાક નીચે માસ્ક પહેરેલ હોવાને લઈને પોલીસે આ મહિલાની ગાડી અટકાવી માથાકૂટ કરી દંડ કારવિયો હતો અને પોતાની બહાદુરી બતાવી હતી

કોરોના મહામારીનો બીજો રાઉન્ડ શરુ થયો છે ત્યારે લોકો કોરોનાની ગાઈડ લાઇનનો અમલ કડકપણ કરે તેવી સૂચના સરકારે આપી છે ત્યારે કોરોના ગાઈડલાઇનનો અમલ લોકો કરે કે ના કરે પણ સુરત પોલીસને તો માત્ર દંડ કરવાનું બહાનું મળી ગયું છે.

આ પણ વાંચો :  સુરત : ' તું અમારા ઝઘડામાં વારંવાર કેમ આવે છે?' વરાછામાં વેપારીઓ પર જીવલેણ હુમલો

સુરતના પોલિસ કમિશનર ભવન પાસે બની હતી જેમાં એક પરિવાર આજે પોતાન ગાડીમાં સવાર થઈને જતા હતા તે સમયે ગાડીમાં સવાર ગર્ભવતી મહિલાએ પોતાનું માસ્ક નાક નીચે પહેરેલું હતું. બસ પોલીસની નજર પડી જતા આ ગાડીને અટકાવી મહિલાના માસ્ક ન પહેરવાને લઈને પહેલા તો વિવાદ શરૂ કર્યો હતો અને ત્યારબાદ આ મહિલા પાસેથી દંડ પેટે એક હજાર રૂપિયા ચુકવવાનું જણાવ્યું હતું.



જોકે મહિલા ગર્ભવતી હોવાને લઈને શ્વાસમાં તકલીફ પડતા પોતે શ્વાસ લેવા માટે નાક નીચે માસ્ક પહેર્યુ હોવાનું કહ્યું હતું પણ પોલીસને માત્ર દંડ વસૂલવાનું બહાનું જોઈતું હોય તેમ દંડ સિવાયની કોઈ વાત કરવા પોલીસ તૈયાર નહોતી.

રેખા મનોજ શાહ નામની 35 વર્ષની મહિલાના નાક નીચે માસ્ક  પહેર્યુ અને તેને દુનિયાની સૌથી  મોટી ભૂલ કરી નાખી હોય તેવું વાતાવરણ પોલીસ કર્મચારી દ્વારા ઉભું કરવામાં આવ્યુ હતું   જોકે મહિલા એ  હાલ મારી સ્કિનની દવા ચાલે છે જેથી અમે હોસ્પિટલ જઈ રહ્યાં છીએ.

આ પણ વાંચો : સુરત પોલીસ ભારે 'એડવાન્સ,' યુવક પાસેથી 1-1-2021ની તારીખનો દંડ વસૂલ્યો, ભૂલ કે કૌભાંડ? ભારે ચર્ચા

પરંતુ માસ્કના દંડનો રૂપિયા ન ભરતાં પોલીસે કારને લોક કરવાની ધમકી આપી હતી. જેથી અકળાયેલા પતિ પત્નીએ માનવતા નેવે મુકીને દંડની કાર્યવાહી કરતાં પોલીસને ખૂબ આજીજી કરી પરંતુ પોલીસે એક પણ વાત કાને ધર્યા વગર જ દંડ લીધા બાદ જ જવા દીધા હતાં.

આ પણ વાંચો : દાહોદ : પિતાએ બે માસૂમ પુત્રો સાથે કર્યો સામૂહિક આપઘાત, કૂવામાં કૂદીને જિંદગી હોમી દેતા ખળભળાટ

મહિલાએ કહ્યું કે આ તે કેવો કાયદો છે મોલમાં ફરનારા અને ટોળા કરનારને કોઈ કંઈ કહેતું નથી અને અમારા જેવા સામાન્ય લોકોને દંડ ફટકારે છે. જોકે આ પરિવાર પોલીસ ની કોરોના જવાબ ડરી કરતા માત્ર પ્રજાને કેમ હેરાન કરવા ને કેમ દંડ કરી સરકાર લૂંટી રહી છે તેવા આક્ષેપ પણ મહિલાએ કર્યા હતા.
Published by: Jay Mishra
First published: December 2, 2020, 10:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading