કોંગ્રેસનાં ગઢમાં ગાબડું, નિઝરમાં ભાજપનાં ઉમેદવારનો વિજય

News18 Gujarati
Updated: December 8, 2022, 4:07 PM IST
કોંગ્રેસનાં ગઢમાં ગાબડું, નિઝરમાં ભાજપનાં ઉમેદવારનો વિજય
Gujarat Election Tapi result: નિઝર બેઠક પરથી કોંગ્રેસના ગોવિંદભાઈ વસાવા અને પછી ત્રણ ટર્મથી તેમના પુત્ર પરેશભાઈ વસાવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતતા હતાં. પરંતુ આ વખતે કેસરિયો લહેરાયો છે.

Gujarat Election Tapi result: નિઝર બેઠક પરથી કોંગ્રેસના ગોવિંદભાઈ વસાવા અને પછી ત્રણ ટર્મથી તેમના પુત્ર પરેશભાઈ વસાવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતતા હતાં. પરંતુ આ વખતે કેસરિયો લહેરાયો છે.

  • Share this:
તાપી: આ જિલ્લાનાં વ્યારા અને નિઝર બંને બેઠકો પર ભાજપની જીત થઇ છે. નિઝરમાં ભાજપનાં ઉમેદવાર જયરામ ગામિતનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનાં પુનાભાઇ ગામિત અને આપનાં ઉમેદવાર બિપીનચંદ્ર ચૌધરીની હાર થઇ છે.

આપને જણાવીએ કે, નિઝર બેઠક પરથી કોંગ્રેસના ગોવિંદભાઈ વસાવા અને પછી ત્રણ ટર્મથી તેમના પુત્ર પરેશભાઈ વસાવા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીતતા હતાં. નવા સીમાંકન બાદ સોનગઢને નિઝર સાથે જોડવામાં આવતાં સને 2012માં પ્રથમ વખત ભાજપના ઉમેદવાર કાંતિભાઈ ગામીત 9924 મતોએ જીત હાંસલ કરી હતી.

તાપી જિલ્લામાં જે રીતે બંને વિધાનસભા ક્ષેત્ર એવા નિઝર અને વ્યારામાં કુલ મતદાતાની ગણતરીમાં પુરૂષ મતદાતા કરતા સ્ત્રી મતદાતાઓ વધુ હોવાનું નોંધાયા બાદ એની અસર વિધાનસભાચૂંટણી અંગે થયેલ મતદાનમાં પણ જોવા મળી હતી.જિલ્લાની નિઝર બેઠક પર પુરૂષ મતદારો કરતા 59 જેટલી મહિલા મતદારોએ વધુ મતદાન કર્યું હતું જયારે વ્યારા બેઠક પર પુરૂષોનું વર્ચસ્વ રહેવા પામ્યું હતું.

7 જેટલાં ઉમેદવારોએ ટિકિટની દાવેદારી નોંધાવી હતી


વાત કરીએ તાપીની નિઝર વિધાનસભા બેઠકની તો આ બેઠક પર ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુનીલ ગામીત 22 હજારથી વધુ જંગી મતે જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ ફરીથી સુનિલ ગામીતને રીપીટ કરે તેવા પૂરે પૂરી શકયતા છે. જોકે સુનિલ ગામીત સિવાય પણ કોંગ્રેસમાંથી સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને આદિવાસીઓના યુવા નેતા તરીકે ઊભરી આવેલા યુસુફ ગામીત સંભવિત ઉમેદવાર તરીકે જોવાઈ રહ્યાં છે. આ ઉપરાંત તાપીની નિઝર વિધાનસભા બેઠક પર ભાજપના 7 જેટલાં ઉમેદવારોએ ટિકિટની દાવેદારી નોંધાવી હતી. તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ડૉ.જયરામ ગામીત, ગત ચૂંટણીમાં હારેલા અને માજી.મંત્રી કાંતિ ગામીત સહિત તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા વગેરે નિઝર વિધાનસભા બેઠક પર ભાજપના સંભવિત ઉમેદવારોમાંથી એક છે.
Published by: Kaushal Pancholi
First published: December 8, 2022, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading