ભરત સિંહ વાઢેર, વલસાડઃ ગુજરાત રાજ્યના (Gujarat)પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના (Union Territory Dadarnagar Haveli) અપક્ષ સાંસદ મોહન ડેલકરના (Independent MP Mohan Delkar) આઘાતજનક આપઘાતનો (MP Mohan Delkar suicide) મુદ્દો હવે વલસાડ જિલ્લાની સ્થાનિક સ્વરાજની (local body election) ચૂંટણીમાં ચૂંટણી પ્રચારનો (election campaign) મુદ્દો બની રહ્યો છે. વલસાડ જિલ્લાના (valsad) કપરાડા તાલુકાના મોટાપોંઢામાં કોંગ્રેસની યોજાયેલી ચૂંટણી સભામાં મોહન ડેલકરના સાળા પ્રકાશ પટેલ સભા મંચ પર હાજર રહ્યા હતા. કોંગ્રેસની આ ચૂંટણી સભા માં સ્વ.મોહન ડેલકરને મૌન પાળી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
પ્રકાશ પટેલ અને કોંગ્રેસ ના આગેવાનો અને ઉમેદવારો એ .. મોહન ડેલકર ના આઘાતજનક આપઘાતના મુદ્દાને કોંગ્રેસ ના જાહેર મંચ પરથી ઊઠાવ્યો હતો ..અને પોતાના બનેવી અને કપરાડા વિસ્તારના જમાઈ એવા મોહન ડેલકર ના આપઘાત પાછળ દમનકારી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના ભાજપ શાસિત પ્રશાસન હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો.. મહત્વપૂર્ણ છે કે મોહન ડેલકર નું સાસરુ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું સુખાલા ગામ છે.
જે કપરાડા તાલુકાની મોટાપોંઢા જિલ્લા પંચાયત વિસ્તારમાં આવે છે. આમ મોહન ડેલકરના સાળા પ્રકાશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર વસંત પટેલની જાહેર સભાના મંચ પરથી ઉભા થઇ અને આદિવાસી વિસ્તારના મતદારોને આહવાન કર્યું હતું. કે જો તેઓ મોહન ડેલકરને આદિવાસી સમાજના નેતા માનતા હોય અને મોહન ડેલકરને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાવી અને ભાજપના દમનકારી પ્રશાસનને જડબાતોડ જવાબ આપો. આવું આહવાન કર્યું હતું.
મહત્વપૂર્ણ છે કે પ્રકાશ પટેલ અગાઉ વલસાડ જિલ્લામાં ભાજપના દિગ્ગજ આગેવાન હતા તેઓ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા અને એક વખત ભાજપની ટિકિટ પર થી કપરાડા વિધાનસભા ની ચૂંટણી પણ લડી ચૂક્યા હતા. જોકે ત્યાર બાદ વર્ષો સુધી રાજનીતિ માંથી સંન્યાસ લઇ લીધો હતો. અને હમણાં જ યોજાયેલી કપરાડાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. પરંતુ તેમાં તેમની હાર થઇ હતી.આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ
જોકે મોહન ડેલકર ના ના આઘાતજનક આપઘાતને બે દિવસ વિત્યા છે.. અને આ મુદ્દો અત્યારે પ્રદેશમાં ચર્ચાનું કેન્દ્ર છે ..ત્યારે હવે અત્યારે વલસાડ જિલ્લામાં પણ ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે મોહન ડેલકર ના આપઘાતનો મુદ્દો ચૂંટણી મુદ્દો બની રહ્યો છે. અને ચુંટણીની જાહેર સભામાં મંચ ઉપરથી ડેલકર ને ન્યાય અપાવવાની માંગ થઇ રહી છે.ત્યારે મોટાપોંઢામાં કોંગ્રેસની સભામાં ડેલકરના સાળાએ હાજર રહી મોહન ડેલકરના મોત માટે પ્રશાસન જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.
આમ હવે વલસાાાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચારના છેલ્લા દિવસોમાં ડેલકર ના આપઘાતનો મુદ્દો આગામી સમયમાં મોટું રાજકીય સ્વરૃપ ધારણ કરશે તેવું લાગી રહ્યું છે. જો કે કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં મોહન ડેલકર ના મોત નો મુદ્દો હવે વિસ્તાર માં ચૂંટણી પ્રચારમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.