India Thomas Cup winning : ભારતે થોમસ કપ જીતીને ઈતિહાસ રચ્યો, 14 વખતના ચેમ્પિયન ઈન્ડોનેશિયાને હરાવ્યું
News18 Gujarati Updated: May 15, 2022, 5:01 PM IST
ભારતે થોમસ કપ જીતીને ઈતિહાસ રચ્યો
India Thomas Cup winning : સેને ફાઈનલની પ્રથમ મેચ જીતીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. લક્ષ્યે એન્થોની સિનિસુકાને 8--21, 21- 17, 21-16થી હરાવ્યો હતો. ભારતે 73 વર્ષમાં પ્રથમ વખત આ ખિતાબ જીત્યો છે. ભારત આ ખિતાબ જીતનાર છઠ્ઠો દેશ બની ગયો છે
India Thomas Cup winning : ભારતે થોમસ કપની ફાઇનલ (Thomas Cup Final) માં 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. ભારતે 73 વર્ષમાં પ્રથમ વખત આ ખિતાબ જીત્યો છે. ભારત આ ખિતાબ જીતનાર છઠ્ઠો દેશ બની ગયો છે. ટાઈટલ મેચમાં કિદામ્બી શ્રીકાંત, લક્ષ્ય સેનથી સજેલી ભારતીય બેડમિન્ટન ટીમે ઈન્ડોનેશિયાને 3-0થી હરાવ્યું હતું. લક્ષ્ય સેને ફાઈનલની પ્રથમ મેચ જીતીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. લક્ષ્યે એન્થોની સિનિસુકાને 8--21, 21- 17, 21-16થી હરાવ્યો હતો.
સેમિફાઇનલમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેલા લક્ષ્ય સેને ફાઇનલમાં કોઇ ભૂલ કરી ન હતી. પહેલી ગેમ ખરાબ રીતે હાર્યા બાદ તે બીજી ગેમમાં પાછો આવ્યો અને એન્થોની પર દબાણ બનાવવાનું શરૂ કર્યું. તેણે પછીની બે ગેમમાં શાનદાર જીત મેળવી હતી.
સાત્વિક અને ચિરાગને પરસેવો વળી ગયોભારતની આ સફર પણ સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ ટકી હતી. ભારતીય જોડીએ બીજી મેચ 18-21, 23-21, 21-19થી જીતીને ભારતને 2-0ની લીડ અપાવી હતી. જોકે, ભારતીય જોડીને જીતવા માટે ઘણો પરસેવો પાડવો પડ્યો હતો. ભારતીય જોડીએ મોહમ્મદ અહેસાન અને કેવિન સંજય સામે પ્રથમ ગેમ ગુમાવી હતી અને બીજી ગેમમાં 4 મેચ પોઈન્ટ બચાવ્યા હતા. આ પછી ત્રીજી ગેમ પણ પોતાના નામે કરી લીધી.
શ્રીકાંતે 48 મિનિટમાં જીત મેળવી હતી
આ પછી ભારતના અનુભવી બેડમિન્ટન ખેલાડી કિંદાબી શ્રીકાંતે 8મા નંબરના ખેલાડી જોનાથન ક્રિસ્ટીને 48 મિનિટમાં 21-15, 23-21થી સીધી ગેમમાં હરાવીને ભારતને પ્રથમ વખત થોમસ કપ ચેમ્પિયન બનાવ્યું. એસએસ પ્રણોય અને એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાની જોડી, જેણે સેમિફાઇનલમાં નિર્ણાયક વિજય અપાવીને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું, તેને કોર્ટમાં જવાની જરૂર નહોતી.
આ પણ વાંચો -
NASA warns : પૃથ્વી તરફ ઝડપથી વધી રહ્યો છે એસ્ટેરોઈડ, અથડાશે તો મહાકાય વિનાશ સર્જી શકે
ઈન્ડોનેશિયાને ટુર્નામેન્ટમાં પ્રથમ હાર મળી હતી
ટૂર્નામેન્ટમાં ઈન્ડોનેશિયાની ટીમની આ પહેલી અને ક્યારેય ન ભૂલી શકાય તેવી હાર છે. તેઓએ અગાઉની તમામ મેચો જીતી હતી, જ્યારે ભારતનો એકમાત્ર પરાજય ગ્રૂપ સ્ટેજમાં ચાઈનીઝ તાઈપેઈ સામે થયો હતો. ઇન્ડોનેશિયાએ જૂન અને જાપાનને નોકઆઉટ તબક્કામાં હરાવ્યું હતું, જ્યારે ભારતે પાંચ વખતના ભૂતપૂર્વ ચેમ્પિયન મલેશિયા અને 2016ના વિજેતા ડેનમાર્કને હરાવ્યું હતું.
Published by:
kiran mehta
First published:
May 15, 2022, 4:33 PM IST