અમદાવાદ ટેસ્ટ : યુવરાજ સિંહે પિચ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું-આવી ટ્રેક પર કુંબલે 1000 વિકેટ ઝડપી લેત

News18 Gujarati
Updated: February 25, 2021, 10:47 PM IST
અમદાવાદ ટેસ્ટ : યુવરાજ સિંહે પિચ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું-આવી ટ્રેક પર કુંબલે 1000 વિકેટ ઝડપી લેત
અમદાવાદ ટેસ્ટ : યુવરાજ સિંહે પિચ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું-આવી ટ્રેક પર કુંબલે 1000 વિકેટ ઝડપી લેત

અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 10 વિકેટે હરાવી દીધું, જોકે આ જીત પછી પિચને લઈને ચર્ચા ઉભી થઈ છે. કારણ કે આ ટેસ્ટ ફક્ત 2 દિવસમાં જ ખતમ થઈ ગઇ છે

  • Share this:
નવી દિલ્હી : અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 10 વિકેટે હરાવી દીધું છે. જોકે આ જીત પછી પિચને લઈને ચર્ચા ઉભી થઈ છે. કારણ કે આ ટેસ્ટ ફક્ત 2 દિવસમાં જ ખતમ થઈ ગઇ છે. બીજા દિવસે 17 વિકેટ પડી હતી. જે પછી ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીઓએ પિચ પર સવાલ ઉભા કર્યા છે. ફક્ત ઇંગ્લિશ ખેલાડી જ નથી પણ પૂર્વ ભારતીય દિગ્ગજ યુવરાજ સિંહે (Yuvraj Singh)પણ અમદાવાદ ટેસ્ટની પિચથી નાખુશ છે. યુવરાજે ટ્વિટ દ્વારા પિચને લઈને સવાલ ઉભા કર્યા છે.

યુવરાજ સિંહે ટ્વિટ કરીને લખ્યું કે ફક્ત બે દિવસમાં ખતમ. ખબર નથી કે આ ટેસ્ટ ક્રિકેટ માટે યોગ્ય છે. જો કુંબલે અને હરભજન સિંહે આવી પિચો પર બોલિંગ કરી હોત તો તેમની 1000 અને 800 વિકેટ હોત. જીત મુબારક ટીમ ઇન્ડિયા. અક્ષય પટેલ શાનદાર બોલિંગ. અશ્વિન અને ઇશાંત શર્માને પણ અભિનંદન.

હરભજન અને લક્ષ્મણે પણ ઉભા કર્યા સવાલ

ફક્ત યુવરાજ સિંહે જ નહીં કોમેન્ટ્રી કરી રહેલા હરભજન સિંહ અને વીવીએસ લક્ષ્મણે પિચ પર સવાલ ઉભા કર્યા છે. લક્ષ્મણે કહ્યું કે આ આદર્શ ટેસ્ટ ક્રિકેટ ક્યારેય નથી. નવા બોલથી સ્પિનર્સે ઘણી ઓછી બોલિંગ કરી. ભારતમાં ટેસ્ટ ક્રિકેટ માટે પિચનો ઉપરી ભાગ સખત હોવો જોઈએ અને ત્રીજા દિવસે બોલ ટર્ન થવો જોઈએ. જોકે આ પિચ પર જે ટેકનિક જોઇતી હતી તે પણ બેટ્સમેનોમાં જોવા ના મળી.

આ પણ વાંચો - Ind vs Eng 3rd Test Day 2 : અમદાવાદ ડે-નાઇટ ટેસ્ટ બે દિવસમાં જ ખતમ, ભારતનો 10 વિકેટે વિજય

હરભજન સિંહે કહ્યું કે આમ તો પિચ બંને ટીમો માટે બરાબર હતી પણ બે દિવસમાં ટેસ્ટ ખતમ થવી યોગ્ય નથી. આટલું મોટું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે અને પિચ ખરાબ છે. ફક્ત પાંચ સેશનમાં 30 વિકેટ પડી ગઈ, આ ખોટું છે. બે દિવસમાં મેચ ખતમ થવી મતલબ કશું તો ખોટું છે.

બીજી તરફ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ જીત પછી કહ્યું કે પિચમાં કોઈ ખરાબી ન હતી પણ બંને ટીમોના બેટ્સમેનોએ ખરાબ બેટિંગ કરી હતી.
Published by: Ashish Goyal
First published: February 25, 2021, 10:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading