IPL 2022 GT vs CSK Score : ડેવિડ મિલરે એકલા હાથે ગુજરાત ટાઇટન્સને જીત અપાવી

News18 Gujarati
Updated: April 17, 2022, 11:26 PM IST
IPL 2022 GT vs CSK Score : ડેવિડ મિલરે એકલા હાથે ગુજરાત ટાઇટન્સને જીત અપાવી
IPL 2022 : GT vs CSK Live updates: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022

આઈપીએલ 2022 (IPL 2022) લાઇવ અપડેટ, GT vs CSK Live Score : ડેવિડ મિલરના 51 બોલમાં અણનમ 94 રન, 8 ફોર અને 6 સિક્સર ફટકારી

  • Share this:
પૂણે :  ડેવિડ મિલરના 51 બોલમાં અણનમ 94 રનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ-15માં (IPL 2022) ચેન્નઇ સુપર કિંગ્સ  (GT vs CSK Live Score) સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 5 વિકેટે 169 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

ગુજરાત ટાઇટન્સ

-ડેવિડ મિલરના 51 બોલમાં અણનમ 94 રન. 8 ફોર અને 6 સિક્સર ફટકારી

-મિલર અને રાશિદ ખાન વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 70 રનની ભાગીદારી

-રાશિદ ખાનના 21 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે 40 રન

-ગુજરાતે 14.1 ઓવરમાં 100 રન પુરા કર્યા-ડેવિડ મિલરે 28 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી

-રાહુલ તેવાટિયા 6 રને બ્રાવોનો શિકાર બન્યો.

-ગુજરાતે 8.4 ઓવરમાં 50 રન પુરા કર્યા

-સાહા 11 રને જાડેજાનો શિકાર બન્યો

-અભિનવ મનોહર 12 રને કેચ આઉટ

-વિજય શંકર ખાતું ખોલાયા વિના આઉટ. ગુજરાતે 2 રનમાં 2 વિકેટ ગુમાવી

-શુભમન ગિલ ખાતું ખોલાયા વિના પ્રથમ બોલે આઉટ

આ પણ વાંચો - વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, હાર્દિક પંડ્યા ફરી એકવાર ઇજાગ્રસ્ત

ચેન્નઇ સુપર કિંગ્સ

-જોસેફે સૌથી વધારે 2 વિકેટ ઝડપી

-સીએસકેના 20 ઓવરમાં 5 વિકેટે 169 રન

-જાડેજાના 12 બોલમાં 2 સિક્સર સાથએ અણનમ 22 રન

-શિવમ દુબે 19 રને રન આઉટ

-ઋતુરાજ ગાયકવાડના 48 બોલમાં 5 ફોર 5 સિક્સર સાથે 73 રન

-અંબાતી રાયડુના 31 બોલમાં 4 ફોર 2 સિક્સર સાથે 46 રન

-સીએસકેએ 12 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ઋતુરાજ ગાયકવાડે 37 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી

-ચેન્નઇએ 7.4 ઓવરમાં 50 રન પુરા કર્યા

-મોઇન અલી 1 રને જોસેફનો શિકાર બન્યો

-રોબિન ઉથપ્પા 3 રને મોહમ્મદ શમીનો શિકાર બન્યો

-ગુજરાત ટાઇટન્સે  ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે

-ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાના બદલે રાશિદ ખાન સંભાળી રહ્યો છે. હાર્દિક આજની મેચમાં રમી રહ્યો નથી

આ પણ વાંચો - ઉમરાન મલિકની શાનદાર બોલિંગ, 20મી ઓવરમાં એક પણ રન ન આપ્યો, 4 વિકેટ લીધી

બન્ને ટીમો આ પ્રમાણે છે

ચેન્નઇ સુપર કિંગ્સ - રોબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, મોઇન અલી, અંબાતી રાયડુ, શિવમ દૂબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, મહેશ તીક્ષ્ણા, મુકેશ ચૌધરી.

ગુજરાત ટાઇટન્સ - શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા, વિજય શંકર, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન (કેપ્ટન), લોકી ફર્ગ્યુશન, મોહમ્મદ શમી, યશ દયાલ, અલ્ઝારી જોસેફ.
Published by: Ashish Goyal
First published: April 17, 2022, 7:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading