ઓલિમ્પિક ચેમ્પિયને માથા પર દૂધનો ગ્લાસ રાખીને સ્વિમિંગ કર્યું, એક પણ ટીપું ના ઢોળાયું, VIDEO VIRAL

News18 Gujarati
Updated: December 2, 2020, 10:49 PM IST
ઓલિમ્પિક ચેમ્પિયને માથા પર દૂધનો ગ્લાસ રાખીને સ્વિમિંગ કર્યું, એક પણ ટીપું ના ઢોળાયું, VIDEO VIRAL
ઓલિમ્પિક ચેમ્પિયને માથા પર દૂધનો ગ્લાસ રાખીને સ્વિમિંગ કર્યું, એક પણ ટીપું ના ઢોળાયું, VIDEO VIRAL

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કેટીના માથા પર દૂધનો ગ્લાસ રાખેલો છે અને ગજબ અંદાજમાં સ્વિમિંગ કરી રહી છે

  • Share this:
નવી દિલ્હી : પાંચ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ (Olympic Gold Medal)જીતનાર અમેરિકાની સ્વિમર કેટી લેડેકીનો (Katie Ledecky)એક વીડિયો હાલના દિવસોમા સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કેટીના માથા પર દૂધનો ગ્લાસ રાખેલો છે અને ગજબ અંદાજમાં સ્વિમિંગ કરી રહી છે. આશ્ચર્યજનક એ છે કે સ્વિમિંગ દરમિયાન ગ્લાસમાંથી એકપણ ટીપું નીચે ઢોળાતું નથી.

સ્વિમિંગના આ અનોખા વીડિયોને હર્ષ ગોયન્કાએ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા તે પણ ઘણા ચકિત થઈ ગયા હતા. આ વીડિયોને શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું કે પાંચ વખતની ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અમેરિકાની સ્વિમર કેટી લેડેકીને એક પડકાર આપવામાં આવ્યો હતો. જેમાં માથા પર એક ગ્લાસને સંતુલિત રાખીને ચોકલેટ દૂધનું એકપણ ટીપું ઢોળાયા વિના પૂલને પાર કરવાનો હતો. તમે પણ જોવો આ.

આ પણ વાંચો - IND vs AUS: 12 વર્ષ પછી વિરાટ કોહલીના નામે નોંધાયો આવો શરમજનક રેકોર્ડ


વીડિયોમાં જોવા મળે છે કે કેટી સ્વિમિંગ પુલની એક બાજુએથી ચોકલેટ દૂધથી ભરેલા ગ્લાસને પોતાના માથા પર રાખે છે. માથા પર ગ્લાસ મુક્યા પછી તે સ્વિમિંગ કરવા લાગે છે. આ દરમિયાન તે પૂલના બીજા છેડા સુધી સ્વિમિંગ કરીને જાય છે પણ દૂધનું એકપણ ટીપું ઢોળાતું નથી. આ વીડિયો લોકોને ઘણો પ્રભાવિત કરી રહ્યો છે. સેકડો લોકો આ વીડિયો પર કોમેન્ટ કરી ચૂક્યા છે.
Published by: Ashish Goyal
First published: December 2, 2020, 10:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading