Shubman Gill: શુભમન સાથે ટિન્ડર પર સેટિંગ કરવા માગતી ફેનનું આ ક્રિકેટરે દિલ તોડી નાખ્યું, VIDEO માં જુઓ કેવા ઇશારા કર્યા


Updated: February 4, 2023, 10:47 PM IST
Shubman Gill: શુભમન સાથે ટિન્ડર પર સેટિંગ કરવા માગતી ફેનનું આ ક્રિકેટરે દિલ તોડી નાખ્યું, VIDEO માં જુઓ કેવા ઇશારા કર્યા
shubman gill fan girl

SHUBMAN GILL FAN GIRL: ગિલની ફેન ફોલોઈંગની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ખૂબ જ ટેલેન્ટેડ અને સ્ટાઇલિશ ખેલાડીનો ક્રેઝ મહિલાઓમાં પણ જોવા મળી રહ્યો છે. એમાં એક છોકરીએ તો હદ વટાવી હતી.

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)નો યુવા ઓપનર શુભમન ગિલ (Opner Shubman Gill) હાલમાં જબરજસ્ત ફોર્મમાં છે. ગિલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો ભારતનો 5મો બેટ્સમેન બની ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20 (IND vs NZ) માં સદી ફટકારનાર ગિલની ફેન ફોલોઈંગની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ ખૂબ જ ટેલેન્ટેડ અને સ્ટાઇલિશ ખેલાડીનો ક્રેઝ મહિલાઓમાં પણ જોવા મળી રહ્યો છે.

Shubman Gill Fan Girl

ગિલની એક મહિલા ચાહક અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્લેકાર્ડ (Shubman’s Fan with Playcard) લઈને પહોંચી હતી. જ્યાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નિર્ણાયક ટી-20 મેચ રમાઈ હતી. જોકે, આ દરમિયાન પેસર અર્શદીપ સિંહે (Arshdeep Singh) ફેનનું દિલ તોડી નાખ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા (Viral Video) પર સતત વાયરલ થઇ રહ્યો છે.



શુભમન ગિલે બુધવારે રમાયેલી ટી-20 મેચમાં 63 બોલમાં અણનમ 126 રન બનાવ્યા હતા. તે સૌથી યુવા વયે ટી-20માં સદી ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે સુરેશ રૈનાનો રેકોર્ડ તોડ્યો હતો. ગિલને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 23 વર્ષીય ગિલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સ્ક્વેર અને સિક્સરનો વરસાદ કરી રહ્યો હતો. તો બીજી તરફ મહિલા ફેન પ્રેક્ષક ગેલેરીમાંથી આ ટેલેન્ટેડ ઓપનર પર પોતાનો પ્રેમ લૂંટાવી રહી હતી. મહિલા પ્રશંસક જે પ્લેકાર્ડ સાથે સ્ટેડિયમમાં પહોંચી હતી તેમાં લખ્યું હતું કે, 'ટિન્ડર, શુભમન સાથે મેચ કરાવી દે'.

આ પણ વાંચો: SHUBMAN GILL: ભારતના ટી-20 ઇતિહાસમાં એક જ મેચમાં સૌથી વધુ રન કરનાર બેટર બન્યો ગિલ, વિરાટ-રોહિતને પાછળ છોડ્યા

ડેટિંગ એપ છે ટિન્ડર

ટિન્ડર એક ડેટિંગ એપ છે. જ્યાં લોકો એકબીજાને મળે છે. મેચ પુરી થયા બાદ ગિલ જ્યારે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ લેવા પહોંચ્યા ત્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા લોકો મહિલા ફેન સાથે ચીયર કરવા લાગ્યા હતા. તે સમયે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ બાઉન્ડ્રી પાસે ઉભા હતા. અર્શદીપ સિંહે પોતાના હાથથી ક્રોસ બનાવવાની ના પાડી દીધી હતી, જે બાદ તેનું દિલ તૂટી ગયું હતું.



શુભમન-સારા વચ્ચે શું રંધાઇ રહ્યું છે?

હાલમાં જ શુબમન ગિલનો ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો હતો, જેમાં તે બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે રેસ્ટોરેન્ટમાં બેઠલો જોવા મળી રહ્યો હતો. એવી અફવાઓ પણ વહેતી થઇ છે કે, શુભમન અને સારા અલી ખાન એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પહેલા મીડિયામાં એવા અહેવાલો હતો કે, શુભમન દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરની દિકરી સારા તેંદુલકર સાથે રીલેશનશિપમાં છે.
First published: February 4, 2023, 10:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading