IND vs SA: હાર્દિક પંડ્યાને લાગશે લોટરી, બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન, આ ખેલાડી પણ છે રેસમાં
News18 Gujarati Updated: May 14, 2022, 9:25 PM IST
હાર્દિક પંડ્યાએ આઈપીએલ-2022માં પોતાની કેપ્ટનશિપથી બધાને પ્રભાવિત કર્યા છે. તેની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં સ્થાન બનાવનાર પ્રથમ ટીમ બની છે (Hardik Pandya Instagram)
South Africa Tour of India - દક્ષિણ આફ્રિકા સામે પાંચ ટી-20 શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીમાં 9 જૂને રમાશે
નવી દિલ્હી : રોહિત શર્મા (rohit sharma), વિરાટ કોહલી (virat kohli), કેએલ રાહુલ સિવાય ઘણા સીનિયર ખેલાડીઓને આગામી મહિને દક્ષિણ આફ્રિકા (South Africa Tour of India)સામે પાંચ મેચની ટી-20 શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે. આ સિવાય રિષભ પંત અને જસપ્રીત બુમરાહને પણ બ્રેક આપવામાં આવી શકે છે. આ નિર્ણય જુલાઇમાં યોજાનાર ઇંગ્લેન્ડના પ્રવાસને લઇને લેવામાં આવ્યો છે.
એવું માનવામાં આવે છે કે રોહિત શર્માની ગેરહાજરીમાં અનુભવી બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan)અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યામાંથી (Hardik Pandya)કોઇ એકને દક્ષિણ આફ્રિકા અને આયરલેન્ડ સામે રમાનાર ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે. પંડ્યાએ આઈપીએલ-2022માં પોતાની કેપ્ટનશિપથી બધાને પ્રભાવિત કર્યા છે. તેની આગેવાનીમાં ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં સ્થાન બનાવનાર પ્રથમ ટીમ બની છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 9 જૂનથી ટી-20 શ્રેણીદક્ષિણ આફ્રિકા સામે પાંચ ટી-20 શ્રેણીની પ્રથમ મેચ દિલ્હીમાં 9 જૂને રમાશે. જ્યારે બાકી મેચ કટક, વિશાખાપટ્ટનમ, રાજકોટ અને બેંગલોરમાં રમાશે. દક્ષિણ આફ્રિકા સામે ટી-20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની પસંદગી મુંબઈમાં આઈપીએલ-2022ના લીગ સ્ટેજના અંતિમ દિવસે 22 મે ના રોજ થશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પહેલા કહ્યું છે કે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીને પણ આરામ આપવામાં આવશે. પસંદગીકારો સાથે-સાથે બીસીસીઆઈ માટે જુલાઇની શરૂઆતમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ ઘણો મહત્વનો છે.
આ પણ વાંચો - IPL 2022: આરસીબી માટે અંતિમ મુકાબલો ક્વાર્ટર ફાઇનલ જેવો, ટીમ હારી તો ઘરભેગી
સીનિયર ખેલાડીઓને ત્રણ સપ્તાહ માટે આરામ આપવામાં આવશેઆ મામલાની જાણકારી રાખનાર બીસીસીઆઈના એક અધિકારીએ ગોપનીયતાની શરત પર કહ્યું કે ભારતના બધા અનુભવી ખેલાડીઓને ઓછામાં ઓછા સાડા ત્રણ સપ્તાહનો પૂર્ણ આરામ મળશે. રોહિત, વિરાટ, રાહુલ, રિષભ અને બુમરાહ બધા સીમિત ઓવરોની શ્રેણી પછી ટેસ્ટ માટે સીધા ઇંગ્લેન્ડ જશે. ટીમના બધા પ્રમુખ ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામે ફ્રેશ રાખવાની જરૂર છે.
પંડ્યા અને ધવનમાંથી કોઇ એકને કેપ્ટનશિપ મળી શકે છે
ટીમની કેપ્ટનશિપ વિશે પૂછવા પર સૂત્રએ કહ્યું કે પસંદગીકારો પાસે બે વિકલ્પ છે. પ્રથમ શિખર ધવન જે ગત વર્ષે શ્રીલંકાની શ્રેણી દરમિયાન વિરાટ, રોહિત અને રાહુલની ગેરહાજરીમાં ભારતની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. બીજી તરફ હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ તરફથી પોતાની કેપ્ટનશિપથી ઘણા પ્રભાવિત કર્યા છે.
Published by:
Ashish Goyal
First published:
May 14, 2022, 9:25 PM IST