ફુટબોલ સ્ટાર મેસ્સી આલીશાન ઘર, હોટલ અને પ્રાઈવેટ જેટનો માલિક, જાણો તેનું નેટવર્થ

News18 Gujarati
Updated: December 19, 2022, 7:59 PM IST
ફુટબોલ સ્ટાર મેસ્સી આલીશાન ઘર, હોટલ અને પ્રાઈવેટ જેટનો માલિક, જાણો તેનું નેટવર્થ
આલીશાન ઘર અને હોટેલ્સનો માલીક છે મેસ્સી

મેસ્સી ઘણીવાર ગ્લેમર અને પાર્ટીથી દૂર જોવા મળે છે. પરંતુ એવું નથી કે તે વૈભવી જીવનશૈલી જીવતો નથી. તેની પાસે આર્જેન્ટીનાના નો ફ્લાય ઝોનમાં આલીશાન બંગલો છે.

  • Share this:
નવી દિલ્હી : ફિફા વર્લ્ડ કપ 2022નો રંગારંગ કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. ફાઈનલ મેચમાં લિયોનેલ મેસ્સીનો જાદુ જોવા મળ્યો હતો. તેની ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવીને અંતિમ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આર્જેન્ટિનાને લગભગ 36 વર્ષ બાદ આ પ્રતિષ્ઠિત ખિતાબ મળ્યો છે.

વર્ષ 2014માં પણ આર્જેન્ટિનાની ટીમે ફાઈનલ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. પરંતુ અહીં ટીમ જર્મની સામે નિરાશ થઈ હતી. વિપક્ષી ટીમે આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ફાઈનલ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ રીતે વર્ષ 2014માં મેસ્સીનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તુટી ગયું હતુ. જોકે, તે મેચમાં જર્મનીના સ્ટાર ફૂટબોલર મારિયો ગોત્ઝે 113મી મિનિટે જર્મની માટે ગોલ કર્યો હતો.

આર્જેન્ટિનાની જેમ ભારતમાં પણ મેસ્સીના ચાહકો પુષ્કળ પ્રમાણમાં છે. સ્ટાર ફૂટબોલરના જીવન વિશે જાણવા માટે લોકો ઘણી વાર ઉત્સુક હોય છે. તેની જીવનશૈલી ખૂબ જ વૈભવી છે. મેસ્સી પાસે શ્રેષ્ઠ કારથી લઈને આલીશાન ઘરો, હોટલ અને પ્રાઈવેટ જેટ સુધીની દરેક વસ્તુ છે. આવી સ્થિતિમાં તેની સંપત્તિ અને પગાર વિશે વાત કરો, તો તે નીચે મુજબ છે

આ પણ વાંચો : Messi Retirement News: મેસીની મોટી જાહેરાત, નિવૃત્તિની અટકળો વચ્ચે દેશ માટે રમવાને લઈને શુ કહ્યું જુઓ

મેસ્સીની કુલ સંપત્તિ 600 મિલિયન ડોલર એટલે કે લગભગ 4952 કરોડ રૂપિયા છે. અહેવાલો અનુસાર, તે દરરોજ લગભગ $1,05,000 કમાય છે. મેસ્સી ઘણીવાર ગ્લેમર અને પાર્ટીથી દૂર જોવા મળે છે. પરંતુ એવું નથી કે તે વૈભવી જીવનશૈલી જીવતો નથી. તેની પાસે અર્જેન્ટીનાના નો ફ્લાય ઝોનમાં આલીશાન બંગલો છે.

મેસ્સી કમાણી કરનારમાં સૌથી આગળ છેઅહેવાલો અનુસાર, તે વર્ષ 2021 અને 2022 વચ્ચે સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે. મે 2021 અને મે 2022 ની વચ્ચે તેમની કુલ આવક લગભગ $130 મિલિયન રહી છે.

મેસ્સીએ વર્ષ 2017માં એન્ટોનેલા સાથે લગ્ન કર્યા હતા

લિયોનેલ મેસ્સી અને એન્ટોનેલા બાળપણથી એકબીજાને ઓળખતા હતા. બંને 5 વર્ષની ઉંમરે એકબીજાને મળ્યા હતા. તેઓએ વર્ષ 2017માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા.
Published by: Sachin Solanki
First published: December 19, 2022, 7:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading