women world boxing championships : મહિલા બોક્સર નિખત ઝરીને ઈતિહાસ રચ્યો, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
News18 Gujarati Updated: May 19, 2022, 10:22 PM IST
મહિલા બોક્સર નિખત ઝરીને ઈતિહાસ રચ્યો છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
nikhat zareen women world boxing championships : છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ, સરિતા દેવી, જેની આરએલ અને લેખા સી એકમાત્ર ભારતીય મહિલા બોક્સર છે જેમણે વર્લ્ડ ટાઇટલ જીત્યા છે. આ યાદીમાં હૈદરાબાદની બોક્સર નિખત ઝરીન (nikhat zareen) પણ સામેલ થઈ ગઈ છે
નવી દિલ્હી. મહિલા બોક્સર નિખત ઝરીને (nikhat zareen) ઈતિહાસ રચ્યો છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ (women world boxing championships) માં ગોલ્ડ જીત્યો (nikhat zareen wins gold) છે. આ સાથે તેણે એમસી મેરી કોમની બરાબરી કરી લીધી છે. તે જુનિયર કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે. 24 વર્ષીય નિખાતે થાઈલેન્ડના બોક્સર જુતામાસ જીતપોંગને એકતરફી મુકાબલામાં 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નિખત ઝરીને સેમિફાઇનલમાં બ્રાઝિલની કેરોલિન ડી અલ્મેડાને હરાવી હતી. તેણે આ મેચ પણ એકતરફી વર્ચસ્વ સાથે જીતી લીધી હતી.
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કોમ, સરિતા દેવી, જેની આરએલ અને લેખા સી એકમાત્ર ભારતીય મહિલા બોક્સર છે જેમણે વર્લ્ડ ટાઇટલ જીત્યા છે. હવે આ યાદીમાં હૈદરાબાદની બોક્સર ઝરીન પણ સામેલ થઈ ગઈ છે.
છ વખતની ચેમ્પિયન એમસી મેરી કોમ (2002, 2005, 2006, 2008, 2010 અને 2018), સરિતા દેવી (2006), જેની આરએલ (2006) અને લેખા કેસી અગાઉ વિશ્વ ખિતાબ જીતી ચૂકી છે.
ઝરીનના ગોલ્ડ મેડલ ઉપરાંત, મનીષા સોમ (57 કિગ્રા) અને નવોદિત પરવીન હુડ્ડાએ (63 કિગ્રા) બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ ટુર્નામેન્ટમાં ભારતની 12 સભ્યોની ટુકડીએ ભાગ લીધો હતો. અગાઉની ટૂર્નામેન્ટની સરખામણીમાં ભારતના મેડલની સંખ્યામાં એક મેડલનો ઘટાડો થયો હતો, પરંતુ ચાર વર્ષ પછી એક ભારતીય બોક્સર વર્લ્ડ ચેમ્પિયન બની છે. મેરી કોમે 2018માં ભારત માટે છેલ્લો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ સ્પર્ધામાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2006માં રહ્યું છે જ્યારે દેશે ચાર ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત આઠ મેડલ જીત્યા હતા.
Published by:
kiran mehta
First published:
May 19, 2022, 10:05 PM IST