Surat Dog attack: બાળક પર શ્વાનનો હુમલો સીસીટીવીમાં કેદ, 12 કલાકમાં ત્રણ ઘટના
News18 Gujarati Updated: February 4, 2023, 11:28 AM IST
બાળક પર શ્વાનના હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
Surat Dog attack:સુરતમાં શ્વાનનો આતંક. બાળક પર શ્વાનના હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. 12 કલાકમાં શ્વાન દ્વારા 3 બાળકો પર હુમલો
સુરત: શહેરના વેડરોડ વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો (Surat Dog attack) છે. એક જ વિસ્તારમાં 12 કલાકમાં શ્વાન દ્વારા 3 જેટલા બાળકો પર હુમલો કરવામાં આવ્યો છે. એક બાળક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો તેના સીસીટીવી સામે આવ્યા છે. શ્વાનના આતંક અંગે સ્થાનિકોએ અનેક ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલા ભરાયા નથી.
શહેરમાં અનેકવાર શ્વાનના આતંકની ઘટના સામે આવતી હોય છે. બાળકો શ્વાનનો શિકાર બની રહ્યા છે. મહત્ત્વનું છે કે, અનેકવાર પાલિકામાં આ મામલે ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેને કારણે સુરતવાસીઓને ભોગવવાનો વારો આવતો હોય છે.
આ પણ વાંચો: લાકડા લેવા સીમમાં ગયેલા દેરાણી-જેઠાણીની ઘાતકી હત્યા
વરાછામાં શ્વાને બાળકી પર કર્યો હતો હુમલો
થોડા સમય અગાઉ, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હંસ સોસાયટીમાં એક સાત વર્ષની બાળકી ઘરના આંગણામાં રમતી હતી, ત્યારે સોસાયટીમાં રખડતા એક શ્વાને અચાનક તેના પર હુમલો કર્યો હતો અને બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી. બાળકીના દાદી આ જોતાં જ દોડી ગયા હતા અને બાળકીને શ્વાનના મોઢામાંથી છોડાવી હતી. ત્યારે શ્વાને દાદી પર પણ હુમલો કર્યો હતો.
શ્વાનના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તેના સીસીટીવી સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. ઉલ્લેખનીય છે કે, બાળકીના મોઢાના ભાગ સહિત અનેક ભાગમાં શ્વાને બચકાં ભરી લીધા હતા. ત્યારે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનાને પગલે સોસાયટીના લોકોએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી. તેને લઈને મહાનગરપાલિકાની શ્વાન પકડવાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રખડતા શ્વાનને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
Published by:
Azhar Patangwala
First published:
February 4, 2023, 11:18 AM IST