સુરત: લોન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા બંટી-બબલી ઝડપાયાં


Updated: May 21, 2022, 7:41 AM IST
સુરત: લોન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરતા બંટી-બબલી ઝડપાયાં
બંટી-બબલીની ધરપકડ

Cyber fraud: સુરતમાં લોન લેવાના નામે ઓનલાઇન એપ્લિકેશનથી અથવા કોઈ પણ અલગ અલગ પ્રકારે લોકો સાથે છેતરપિંડીની ફરિયાદો સતત સુરત સાઇબર સેલમાં આવતી હતી.

  • Share this:
સુરત: છેલ્લા કેટલાક સમયથી સુરતમાં લોન આપવાના બહાને છેતરપિંડી (Loan scam) આચરવાના કેસ વધી રહ્યા હતા. આ મામલે બંટી-બબલીની આખરે ધરપકડ થઈ છે. આ મામલે સુરત સાઇબર ક્રાઇમ (Surat cyber crime)માં સુરતના એક વ્યક્તિએ ફરિયાદ કરતાં સાઇબર ક્રાઇમની ટીમે બરોડા (Baroda) ખાતેથી બંનેને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં લોન લેવાના નામે ઓનલાઇન એપ્લિકેશનથી અથવા કોઈ પણ અલગ અલગ પ્રકારે લોકો સાથે છેતરપિંડીની ફરિયાદો સતત સુરત સાઇબર સેલમાં આવતી હતી. આ દરમિયાન માલુમ પડ્યું હતું કે વડોદરા ખાતે રહેતું એક યુગલ સુરતના એક વ્યક્તિને ઋણ આપવાના નામે ઠગાઇ કરી રહ્યા હોવાની ફરિયાદ સામે આવી હતી.

સુરતના વ્યક્તિ સાથે આચરી હતી છેતરપિંડીસુરતમાં રહેતા એક વ્યક્તિને એક લાખ રૂપિયાની લોનની જરૂર હોવાની હતી. આથી તેણે ફેસબુક પર એક મેસેજ મૂક્યો હતો, જેના આધારે યુગલે આ યુવકનો સંપર્ક કર્યો હતો. આ યુગલે પહેલા આ યુવકને વિશ્વાસમાં લીધો હતો. બાદમાં વડોદરા ખાતેની ફાઇનાન્સ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી રૂ. 1,00,000 લોન અપાવવાનું જણાવી તા. 10/03/2022ના રોજ સુરત આવીને લોનના નામે પી.ઓ.એસ. મશીનમાં ડેબીટ કાર્ડ સ્વેપ કરાવી તેઓની જાણ બહાર તેમના નામે રૂ .50,000ની લોન કરી નાણાં બારોબાર ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી


જોકે, આ મામલે સુરતના યુવાને સાઇબર ક્રાઇમ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ સુરત સાઇબર સેલે મિત્તલ મહેન્દ્રભાઇ હીરાલાલ પરમાર,  દક્ષેશ મહેન્દ્રભાઇ હીરાલાલ પરમારની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ બંટી-બબલીની ગેંગે ભૂતકાળમાં અન્ય કોઈ લોકો સાથે પણ છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ આરંભી છે.આ પણ વાંચો: કાપોદ્રામાં મહિલાએ બે વર્ષના પુત્ર સાથે ઝેરી દીવા પીને આપઘાત કરી લેતા ચકચાર


સુરતમાં બે યુગલ કારમાં કરતા દારૂની હેરાફેરી


દારૂની હેરાફેરી (Alcohol rigging) કરવા માટે ખેપિયાઓ અવનવા કસબ અજમાવતા હોય છે ત્યારે સુરત (Surat) માં બે કપલો મળીને કારમાં દારૂની હેરાફેરી કરતા હતા. જોકે સુરત પોલીસે (Surat Police) બે કપલોની ધરપકડ કરી છે. સાથે પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીની બાટલીઓ કુલ્લે નંગ-280 (કુલ્લે લીટર ૯૮) જેની કુલ્લે કિ.રૂ. 62,800/- તથા અંગ ઝડતીમાંથી મળેલ રોકડા રૂપીયા 2250/- તથા કારમાંથી મળી આવેલ નંબર પ્લેટ તથા બ્રેઝા કાર કિ.રૂ.9,00,000/- ની મળી કુલ્લે કિ.રૂ.9,86,550/- ના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by: Vinod Zankhaliya
First published: May 21, 2022, 7:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading