ચીનમાં Google, Facebook પછી Linkedin બંધ થશે, માઇક્રોસૉફ્ટે કરી મોટી જાહેરાત

News18 Gujarati
Updated: October 15, 2021, 11:34 AM IST
ચીનમાં Google, Facebook પછી Linkedin બંધ થશે, માઇક્રોસૉફ્ટે કરી મોટી જાહેરાત
લિન્ક્ડઇનને 2014માં ચીનમાં લૉંચ કરવામાં આવી હતી.

Microsoft to shut down LinkedIn in China: માઇક્રોસૉફ્ટે ગુરુવારે જાહેરાત કરી છે કે તે ચીનમાં પોતાની સોશિયલ નેટવર્કિંગ એપ લિન્ક્ડઇન (LinkedIn)ના સ્થાનિક વર્જનને બંધ કરવા જઈ રહી છે.

  • Share this:
નવી દિલ્હી: માઇક્રોસૉફ્ટે (Microsoft) ગુરુવારે જાહેરાત કરી છે કે તે ચીનમાં પોતાની સોશિયલ નેટવર્કિંગ એપ લિન્ક્ડઇનના સ્થાનિક વર્જનને બંધ કરાવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે લિન્ક્ડઇન અમેરિકાથી સંચાલિત થનારી અંતિમ પ્રમુખ સોશિયલ નેટવર્ક પ્લેટફૉર્મ છે, જે હજુ પણ ચીનમાં ચાલી રહી છે.

લિન્ક્ડઇનને 2014માં ચીનમાં લૉંચ (LinkedIn launched in China) કરવામાં આવી હતી. જોકે, તેને ખૂબ ઓછા ફીચર્સ સાથે લૉંચ કરવામાં આવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો ચીન માટે એપનું એક ખાસ વર્જન બનાવવામાં આવ્યું હતું. જેના પગલે ચીન (China)માં વિદેશી કંપનીઓ માટે ઇન્ટરનેટ (Internet in China) માટે જે આકરા નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન થઈ શકે.

કંપનીએ શું કહ્યું?

માઇક્રોસૉફ્ટે કહ્યુ કે, કંપની ચીનમાં કામ કરવાની લઈને પડકારભરી સ્થિતિ અને આકરા નિયમો અને શરતોને પગલે લિક્ન્ડઇનને બંધ કરી રહ્યા છીએ. જોકે, સાથે સાથે માઇક્રોસૉફ્ટે એવું પણ કહ્યું કે, તે આની જગ્યાએ ચીનમાં જૉબ સર્ચ માટે એક વેબસાઇટ લોંચ કરશે, જેમાં લિન્ક્ડઇનના સોશિયલ નેટવર્ક જેવા ફીચર્સ નહીં હોય.

ઉલ્લેખનીય છે કે ચીનમા ફેસબુક (Facebook)થી લઈને સ્નેપચેટ (Snapchat) સહિત લગભગ તમામ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ છે. ત્યાં સુધી કે ચીને પોતાને ત્યાં સર્ચ એન્જિન ગૂગલ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. સર્ચ માટે ચીને પોતાનું પ્લેટફોર્મ વિકસાવ્યું છે.

ચીનમાં આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાયચીનમાં વૉટ્સએપની જગ્યાએ wechat, ફેસબુક-ટ્વિટરની જગ્યાએ Sina Weibo, ગૂગલની જગ્યાએ Baidu Tieba, મેસેન્જરની જગ્યાએ Tencent QQ અને યૂટ્યૂબની જ્યાએ Youku Toudo અને Tencent Video જેવા પ્લેટફોર્મનો ઉપચોગ કરી શકાય છે.

ચીનના આકરા નિયમો

ચીનમાં ઇન્ટરનેટને લઈને અનેક આકરા નિયમો છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે ચીન (China) દ્વારા બાળકોના મામલે કડક પગલાં લેવાનું શરૂ થયું છે. બાળકોને ઓનલાઇન ગેમિંગના વળગણથી દૂર રાખવા માટે ચીનમાં નવા નિયમો ઘડવા તખ્તો તૈયાર કરાયો છે. જેના ભાગરૂપે ચીન બાળકોને અઠવાડિયામાં ત્રણ કલાકથી વધુ સમય માટે ઓનલાઇન ગેમ્સ રમવા પર પ્રતિબંધ (Kids Are Limited To Playing Video Games) મૂકવા જઈ રહ્યું છે. ગેમિંગ ઉદ્યોગ (Gaming Industry) પર લાદવામાં આવેલા આ અત્યારસુધીનો સૌથી સખત પ્રતિબંધ હશે. 18 વર્ષથી નીચેના બાળકોને શુક્રવાર, વિકએન્ડ અને રજાઓમાં 1 કલાક ગેમ રમવાની છૂટ આપવામાં આવશે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by: Vinod Zankhaliya
First published: October 15, 2021, 11:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading