Amazon Great Republic Day Sale: લેપટોપ પર મળશે 40 હજારની છૂટ, સ્માર્ટફોન 40 ટકા સસ્તા


Updated: January 14, 2022, 11:38 AM IST
Amazon Great Republic Day Sale: લેપટોપ પર મળશે 40 હજારની છૂટ, સ્માર્ટફોન 40 ટકા સસ્તા
એમેઝોન સેલ

એમેઝોનના ગ્રેટ રિપબ્લિક ડે સેલ (Amazon Great Republic Day Sale)ની જાહેરાત કરવામાં આવી છે. ગણતંત્ર દિવસના અવસર પર એમેઝોનનો ગ્રેટ રિપબ્લિક ડે સેલ 17 જાન્યુઆરીથી શરૂ થશે અને આ સેલનો છેલ્લો દિવસ 20 જાન્યુઆરી, 2022 છે.

  • Share this:
એમેઝોનના ગ્રેટ રિપબ્લિક ડે સેલ (Amazon Great Republic Day Sale)ની જાહેરાત કરવામાં આવી છે. ગણતંત્ર દિવસના અવસર પર એમેઝોનનો ગ્રેટ રિપબ્લિક ડે સેલ 17 જાન્યુઆરીથી શરૂ થશે અને આ સેલનો છેલ્લો દિવસ 20 જાન્યુઆરી, 2022 છે. આવી સ્થિતિમાં જો તમે કોઈ વસ્તુ ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો ગણતંત્ર દિવસના અવસર પર એમેઝોન પર ઘણું ડિસ્કાઉન્ટ (Discount) મળવાનું છે. હંમેશની જેમ એમેઝોન પ્રાઇમ સભ્યો (Prime Members) આ સેલને એક દિવસ અગાઉથી એક્સેસ કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એપલ (Apple) Samsung, રેડમી (Redmi), વિવો, ઓપ્પો અને OnePlus જેવા ફોન સેલમાં ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હશે.

મળશે આકર્ષક બેંકિંગ ઓફર્સ

ગ્રેટ રિપબ્લિક ડે સેલ ગ્રાહકોને SBI ક્રેડિટ કાર્ડ્સ અને EMI વ્યવહારો સાથે વધારાનું 10% ત્વરિત ડિસ્કાઉન્ટ ઓફર કરશે. નો-કોસ્ટ EMI માટે Bajaj ફિનસર્વ EMI કાર્ડ, Amazon Pay ICICI ક્રેડિટ કાર્ડ, Amazon Pay Later અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર આકર્ષક કેશબેક ઓફર્સ મળશે. એમેઝોન એક્સચેન્જ પર INR 16,000 સુધીની આકર્ષક એક્સચેન્જ ઑફર્સ માટે અનેક ઓપ્શન ઑફર કરશે.

યુઝર્સ તેની એપ્લિકેશન 8 પ્રાદેશિક ભાષાઓમાં ચલાવી શકે છે - અંગ્રેજી, હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ. ઉપરાંત યુઝર્સ કોઈપણ વસ્તુની ખરીદી કરવા માટે અંગ્રેજી અને હિન્દીમાં વૉઇસ કમાન્ડનો ઉપયોગ કરી શકે છે. ગ્રાહકો આસિસ્ટેડ શોપિંગ અનુભવ માટે કોઈપણ એમેઝોન ઈઝી સ્ટોરમાં જઈ શકે છે.

કેમેરા પર 60 ટકા ડિસ્કાઉન્ટ

એમેઝોન સેલ દરમિયાન 50% ડિસ્કાઉન્ટ પર કેમેરા, 60% ડિસ્કાઉન્ટ પર સ્માર્ટ વોચ અને લેપટોપ 40,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ સિવાય વોશિંગ મશીન અને ફ્રીજ 50% ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. એટલું જ નહીં ગ્રાહક કન્સોલના વિડીયો ગેમ ટાઈટલને સેલમાં 55% ડિસ્કાઉન્ટ પર ખરીદી શકશે. વેચાણમાં એમેઝોન ઇકો સ્માર્ટ સ્પીકર્સ પર 50% સુધીની છૂટ મળશે. ફાયર ટીવી ડિવાઇસ પર 48% સુધીની છૂટ મળશે. આ સિવાય કિન્ડલ રીડર 3,400 રૂપિયાના ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે અને ઇકો સ્માર્ટ ડિસ્પ્લે 45%ના ડિસ્કાઉન્ટમાં મળી રહ્યું છે.
First published: January 14, 2022, 11:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading