Nokia smartphone: ચાર નવા નોકિયા ફોન્સ લૉંચ, ગ્રાહકોને મળી રહેશે વ્યાજબી ભાવે, જાણો ફીચર્સ વિશે


Updated: January 7, 2022, 7:17 AM IST
Nokia smartphone: ચાર નવા નોકિયા ફોન્સ લૉંચ, ગ્રાહકોને મળી રહેશે વ્યાજબી ભાવે, જાણો ફીચર્સ વિશે
નોકિયા સ્માર્ટફોન

Nokia smartphone: આ ચાર ફોનના નામ છે - Nokia C100, Nokia C200, Nokia G100, અને Nokia G400. ફોન યુનાઇટેડ સ્ટેટ્સની બહાર ઉપલબ્ધ થશે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ નથી.

  • Share this:
નવી દિલ્હી. Nokia smartphone: એચએમડી ગ્લોબલે (HMD Global) કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શો (CES) 2022માં ચાર નવા નોકિયા ફોન લૉંચ (4 New Nokia Smartphones Unveiled) કર્યા છે. ઉલ્લેખનીય છે કે 5 જાન્યુઆરી પહેલા જ ટેક બિગવિગ્સ (bigwigs) તરફથી ઘણી મોટી જાહેરાતોની રાહ જોવાઇ રહી હતી. નવા નોકિયા ફોન કંપનીના બજેટ લાઇનઅપના ભાગરૂપે આવે છે અને તમામની કિંમત (Price) $250 એટલે કે લગભગ રૂ. 18,600થી ઓછી છે. એચએમડી ગ્લોબલના નવા બે ફોન નવી નોકિયા સી-સિરીઝ (C-Series)ના છે, જ્યારે અન્ય બે નોકિયા જી-સિરીઝ (G-Series)નો એક ભાગ છે. આ ચાર ફોનના નામ છે - Nokia C100, Nokia C200, Nokia G100, અને Nokia G400. ફોન યુનાઇટેડ સ્ટેટ્સની બહાર ઉપલબ્ધ થશે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ નથી.

નોકિયા C100 અને C200ના ફીચર્સ અને કિંમત

Nokia C100 અને Nokia C200 બંને MediaTek Helio A22 ચિપસેટ ધરાવે છે. નોકિયા સી સિરીઝના બે સ્માર્ટફોનમાંથી- નોકિયા સી200માં 6.1-ઇંચની મોટી ડિસ્પ્લે છે. ફોન માટેની બાકીની વિગતો લગભગ સમાન છે. Nokia C100 અને C200 3GB RAM અને 32GB સ્ટોરેજ સ્પેસ ધરાવે છે. આ ફોન્સ એન્ડ્રોઇડ 12 પર કામ કરે છે. સાથે જે 4000mAhની બેટરી ધરાવે છે અને પાછળના ભાગમાં સિંગલ કેમેરા લેન્સ છે.

Nokia C100ની કિંમતની વાત કરીએ તો $99 એટલે કે લગભગ 7,400 રૂપિયા છે. જ્યારે Nokia C200ની કિંમત $119 એટલે કે લગભગ 9,000 રૂપિયા છે.

નોકિયા G100 અને G400ના ફીચર્સ અને કિંમત

નોકિયાની જી-સિરીઝ ફોનની વાત કરીએ તો નોકિયા G100 સૌ પ્રથમ આવે છે. જે HD+ રિઝોલ્યુશન સાથે 6.5-ઇંચની ડિસ્પ્લે ધરાવે છે. તે Qualcomm Snapdragon 615 ચિપસેટ સાથે આવે છે અને તેમાં ટ્રિપલ-લેન્સ કેમેરા સેટઅપ છે. ફોનમાં 5,000mAhની બેટરી છે. અન્ય ફીચર્સમાં ફોનના પાવર બટનમાં જ એમ્બેડેડ ફિંગરપ્રિન્ટ સેન્સરનો સમાવેશ થાય છે.બીજી તરફ, નોકિયા G400 સેલ્ફી કેમેરા માટે વોટરડ્રોપ નોચ સાથે 120Hz ડિસ્પ્લે ધરાવે છે. જોકે આ ડિસ્પ્લેની સાઇઝ વિશે કોઇ ખુલાસો થયો નથી. ડિવાઇસમાં સ્નેપડ્રેગન 480 5G પ્રોસેસર છે, જેમાં 6GB RAM સાથે 128GB ઇન્ટર્નલ સ્ટોરેજ મળે છે. ફોન 5જી એનેબલ છે. જેનો અર્થ છે કે HMD Global દ્વારા સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

કિંમત

નોકિયા G400માં પાછળના ભાગમાં ટ્રિપલ-લેન્સ કેમેરા સેટઅપ છે, જેમાં 48-મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ, અલ્ટ્રાવાઇડ લેન્સ અને મેક્રો સેન્સર છે. Nokia G100ની કિંમત $149 એટલે કે લગભગ રૂ.11,000 છે, જ્યારે Nokia G400 ની કિંમત $239 એટલે કે લગભગ રૂ.18,000 છે.

આ પણ વાંચો: માત્ર રૂ. 7000માં મળી રહ્યા છે આ શાનદાર સ્માર્ટફોન્સ, જાણો ફીચર્સ

કંપનીએ નોકિયા 2760 ફ્લિપ નામનો ફ્લિપ ફોન પણ જાહેર કર્યો છે. જોકે, તે માર્કેટમાં ક્યારે આવશે તેને લઇને હજુ સુધી કોઇ ખુલાસો કરાયો નથી.
First published: January 7, 2022, 7:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading