Twitter પર આવ્યું નવું ફીચર! શું તમે 'Live Tweeting' ટ્રાય કર્યુ? જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Updated: December 5, 2022, 4:38 PM IST
Twitter Down
આ ફીચરની મદદથી તમે કોઈપણ ઈવેન્ટ દરમિયાન સરળતાથી ટ્વીટ કરી શકશો. એલન મસ્કે આ ફીચરને નવી રીતે પોતાના અંદાજમાં શરૂ કરી. મસ્કે ટ્વીટ કર્યું, "હિયર વી ગો!!" આ સાથે મસ્કે પોપકોર્નના 2 ઈમોજી પણ મૂક્યા.
ટ્વિટરને હસ્તગત કર્યા પછી એલન મસ્ક (elon musk) સતત ટ્વિટરના ફીચર કન્ટેન્ટમાં સંબંધિત ફેરફારો કરી રહ્યા છે. આ વખતે તેણે એક નવું ફીચર 'લાઈવ ટ્વિટિંગ' (live tweeting feature) ઉમેર્યું છે. આ ફીચર સક્રિય કરવામાં આવ્યું છે.
આ ફીચરની મદદથી તમે કોઈપણ ઈવેન્ટ દરમિયાન સરળતાથી ટ્વીટ કરી શકશો. એલન મસ્કે આ ફીચરને નવી રીતે પોતાના અંદાજમાં શરૂ કરી. મસ્કે ટ્વીટ કર્યું, "હિયર વી ગો!!" આ સાથે મસ્કે પોપકોર્નના 2 ઈમોજી પણ મૂક્યા.
આ પણ વાંચો : WhatsApp પર જ હવે થઈ જશે યસ બેંકના ઘણા કામ, આ રીતે કરો ઉપયોગટ્વિટર પર આ નવા ફીચરને લાઈવ કરતા પહેલા એલન મસ્કે ખુદ યુઝર્સને તેની જાણકારી આપી હતી. મસ્કે ટ્વીટ કર્યું કે લાઇવ ટ્વીટીંગ ફીચર (live tweeting feature) હવે ટ્વિટરના પ્લેટફોર્મ પર એક્ટિવ છે.
ટ્વિટર પર 'લાઈવ ટ્વિટિંગ' ફીચર દ્વારા યુઝર્સ ટ્વિટર પર ચાલી રહેલી ઈવેન્ટ દરમિયાન સરળતાથી ટ્વીટ કરી શકશે. આ સિવાય યુઝર્સ ઇવેન્ટની મધ્યમાં તેમના ટ્વિટ થ્રેડને ઉમેરી શકે છે અને વ્યૂઝ મેળવી શકે છે.
આ પણ વાંચો : આ ભારત નિર્મિત કારે વિદેશમાં મચાવી ઘૂમ, સુરક્ષામાં મળ્યા 5 સ્ટાર, જાણો ખાસિયતએલન મસ્ક માઇક્રો-બ્લોગિંગ (micro blogging site) સાઇટ પર કન્ટેન્ટમાં ફેરફાર અંગે યુઝર્સની સલાહ પણ માંગી રહ્યા છે. ઘણા યુઝર્સે ટ્વિટર પર કેરેક્ટર લિમિટ વર્ચ્યુઅલ જેલ અને ફ્રી સ્પીચ અંગે વિવિધ સૂચનો આપ્યા છે. લેખક મેટ ટેબ્બી આ લાઈવ ટ્વીટીંગ ફીચરનો ઉપયોગ કરનાર પ્રથમ ટ્વિટર યુઝર બની ગયા છે. ગ્રિફ્ટોપિયા પુસ્તકના લેખક મેટ ટેબ્બીએ ટ્વિટ કરતા લખ્યું છે કે, “ધ ટ્વિટર ફાઇલ્સ" વિશ્વના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની અંદરથી ઉદ્દભવેલી અવિશ્વસનીય વાર્તા કહે છે. તે માનવસર્જિત મિકેનિઝમની ફ્રેન્કેસ્ટાઇનિયન વાર્તા છે, જે તેના ડિઝાઇનરના નિયંત્રણ હેઠળ વિકસિત થઈ છે.
ટ્વિટર પર એક યુઝરે એલન મસ્કને વર્ચ્યુઅલ જેલ બનાવવાની સલાહ આપી છે. જો કોઈ યુઝર્સે કંપનીની પોલિસી કે નિયમોનો ભંગ કર્યો હોય તો તે લોકોની પ્રોફાઈલ પર જેલ આઈકોન આવી જશે અને તેઓ ટ્વિટરની વર્ચ્યુઅલ જેલમાં ગયા પછી ટ્વીટ કરી શકશે નહીં, તેમજ અન્ય કોઈ ટ્વીટ પર લાઈક કે કોમેન્ટ પણ કરી શકશે નહીં.
નોંધપાત્ર વાત એ છે કે ટ્વિટરે વર્ષ 2017માં પણ શબ્દસંખ્યાની મર્યાદા વધારી છે. તેની શરૂઆતના સમયે ટ્વિટરે ટ્વીટ માટે 140 અક્ષરોની મર્યાદા રાખી હતી, પરંતુ નવેમ્બર 2017માં કંપનીએ તેને વધારીને 280 કરી દીધી હતી. ત્યારથી અત્યાર સુધી 280 અક્ષરોની મર્યાદા ચાલી રહી છે.
એક યુઝરે મસ્કને ટ્વિટરની કેરેક્ટર લિમિટ વધારીને 1,000 કરવાનું સૂચન કર્યું, જેના પર મસ્કે કહ્યું કે તે અમારા લિસ્ટમાં છે, તેના પર વિચાર કરવામાં આવશે.
Published by:
Bansari Gohel
First published:
December 5, 2022, 4:38 PM IST