અચાનક સૂર્યથી અલગ થયું રહસ્યમય બ્લેક ક્યૂબ, NASAના લાઈવ કેમેરામાં કેદ થયો વિસ્ફોટ!

News18 Gujarati
Updated: May 5, 2022, 11:49 AM IST
અચાનક સૂર્યથી અલગ થયું રહસ્યમય બ્લેક ક્યૂબ, NASAના લાઈવ કેમેરામાં કેદ થયો વિસ્ફોટ!
સૂર્યથી અલગ થતો બ્લેક ક્યૂબ કેમેરામાં કેદ થયો

નાસા (NASA)ના લાઈવ કેમેરામાં એક અજીબ વસ્તુ કેદ થઈ છે. નાસાના આ કેમેરામાં સૂર્ય (Sun)થી અલગ પડતું બ્લેક બોક્સ (Black Box) જોવા મળ્યું હતું. જેમ આ બ્લેક બોક્સ સૂર્યથી અલગ થયું, તરત જ નાસાના કેમેરાને પણ નુકસાન થયું.

  • Share this:
અવકાશ (Space News) અનેક રહસ્યોથી ભરેલું છે. ઘણા પ્રકારની માહિતી હજુ પણ લોકોની નજરથી દૂર છે. અવારનવાર ઘણા પ્રકારના રહસ્યો, પછી તે એલિયન (Alien) વિશે હોય કે યુએફઓ વિશે, સામે આવતા રહે છે. તે જ સમયે, અચાનક કેટલીક એવી વસ્તુઓ કેદ થઈ જાય છે, જે ઘણા પ્રકારના રહસ્યોને જન્મ આપે છે. નાસા સહિત અન્ય ઘણી સ્પેસ એજન્સી (Space Agency)ઓ અવકાશમાં ઘણા આધુનિક કેમેરા છોડી દે છે. જેથી જગ્યાની ગતિવિધિઓ કેમેરામાં કેદ થાય. હાલમાં જ નાસાના એક લાઈવ કૅમે એક એવી ક્ષણને કેદ કરી હતી, જેને જોઈને ઘણા સ્પેસ થિયરીસ્ટના હોશ ઉડી ગયા હતા. નાસાના કેમેરામાં સૂર્યથી દૂર તૂટતું બ્લેક બોક્સ જોવા મળ્યું હતું.

કેમેરામાં કેદ થયેલી આ ક્ષણને લઈને કોન્સ્પિરસી થિયરિસ્ટે અનેક સવાલો ઉભા કર્યા છે. વાસ્તવમાં, આ વીડિયોમાં, એક બ્લેક બોક્સ સૂર્યની અંદરથી તૂટતું જોવા મળ્યું હતું. આ બોક્સ અચાનક ફરતા સૂર્યથી અલગ થઈ ગયું. પરંતુ આ ઘટના બની કે તરત જ નાસાનો કેમેરા બંધ થઈ ગયો અને સ્પેસ એજન્સીએ તેને મેઈન્ટેનન્સ મોડ નામ આપીને મામલો થાળે પાડ્યો. જો કે, કોન્સ્પિરસી થિયરીસ્ટ્સ અનુસાર, નાસા આ ઘટના વિશે કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, એવો દાવો કરવામાં આવ્યો છે.

નાસા પર આરોપ

પોતાને સ્પેસ એક્સપર્ટ ગણાવતા સ્કોટ સી વોરિંગે ભૂતકાળમાં નાસા પર ઘણા આરોપો લગાવ્યા છે. સ્કોટ કહે છે કે નાસા એલિયન્સ વિશે પણ ઘણી બાબતો છુપાવી રહ્યું છે. હવે સ્કોટે લાઇવ કેમેરામાં કેદ થયેલી આ ઘટના માટે નાસા પર પણ આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: NASAએ ટેસ્ટ કરી ‘હોલોપોર્ટેશન’ ટેક્નોલોજી, અવકાશયાત્રીઓ સામે આવી ગયા ડોક્ટર

સ્કોટ, જે હવે તાઈવાનમાં સ્થાયી થયા છે, કહે છે કે આ ઘન જે સૂર્યથી અલગ થઈ ગયું હશે તે એક સંકેત અથવા કોઈ પ્રકારનો ઈશારો હતો. પરંતુ જ્યારે નાસાએ જોયું કે તે લાઈવ કેમેરામાં કેદ થઈ રહ્યું છે, તો તરત જ ટેક્નિકલ ખામીનું નામ આપીને કેમેરા બંધ કરી દીધો. આ વીડિયોમાં એક બ્લેક બોક્સ માત્ર બે સેકન્ડ માટે સૂર્યની કિનારીથી અલગ થતું જોવા મળ્યું હતું. થોડી જ વારમાં કેમેરો બંધ થઈ ગયો.આ પણ વાંચો: મનુષ્યને ચંદ્ર પર લઈ જનારા SLS રોકેટની ટેસ્ટિંગમાં થઈ પ્રોબ્લેમ

બે વખત દેખાયું બ્લેક બોક્સ
સ્કોટે આ ક્લિપ એડિટ કરી અને સોશિયલ મીડિયા પર શેર કરી. વીડિયોમાં આ બ્લેક બોક્સ બે વખત દેખાયું હતું. પરંતુ તરત જ Nasa LA Live Cam બંધ થઈ ગયું. સ્કોટે માહિતી આપી હતી કે આ ઘટના 2 મેના રોજ લગભગ 1.06 વાગ્યે બની હતી. આ ક્ષણની સાથે જ, તે પછી તરત જ વેબસાઇટ રાત્રે 9 વાગ્યા માટે બંધ કરી દેવામાં આવી હતી. સ્કોટે સ્પષ્ટ કહ્યું કે નાસા આ કાળા રંગના ક્યુબની માહિતી લોકોથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, આ આરોપના જવાબમાં નાસા તરફથી એક નિવેદન આવ્યું કે તે કોઈ વસ્તુ નથી. એક ખામીને કારણે તે સ્ક્રીન પર માત્ર એક બિંદુ હતું. તેને કોઈપણ પ્રકારના રહસ્ય સાથે કોઈ લેવાદેવા નથી.
Published by: Riya Upadhay
First published: May 5, 2022, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading