

અમદાવાદઃ ન્યૂયોર્કના કોમોડિટી એક્સચેન્જ કોમેક્સ ઉપર બંને કિંમતી ધાતુઓમાં નરમાઈ જોવા મળી હતી. જેના પગલે આજે ભારતીય બજારોમાં પણ સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) સતત ચાર દિવસ સુધારા બાદ આજે સોનાના ભાવમાં (Gold price today) ઘટાડો નોંધાયો હતો. જ્યારે એક કિલો ચાંદીની કિંમતોમાં (silver price today) પણ કડાકો બોલાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)


અમદાવાદ ચાંદીનો ભાવ (Silver Price, 22 January 2021) - અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો કડાકો બોલાતા ચોરસા 66,500 અને ચાંદી રૂપું 66,300 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જો કે, ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 68,000 અને ચાંદી રૂપું 67,800 રૂપિયાના ભાવે પહોંચી હતી. (પ્રતિકાત્મક તસવીર)


અમદાવાદ સોનાનો ભાવ (Gold Price, 22 January 2021) - અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,800 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જો કે, ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 400 રૂપિાયનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,300 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. (પ્રતિકાત્મક તસવીર)


દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ: દિલ્હી બુલિયન માર્કેટમાં આજે શુક્રવારે સોનાના ભાવમાં 263 રૂપિયાનો ઘટાડો થતાં સોનાનો નવો ભાવ 48,861 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, પાછલા સત્રમાં સોનાનો ભાવ 49,124 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 806 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદૂ 66,032 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. (પ્રતિકાત્મક તસવીર)


વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવઃ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવની વાત કરીએ તો સોનાનો નવો ભાવ ઘટીને 1861 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો નવો ભાવ ઘટીને 25.52 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યા હતા. (પ્રતિકાત્મક તસવીર)


કેમ ઘટ્યાં સોના-ચાંદીના ભાવ? HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલના જણાવ્યા પ્રમાણે ન્યૂયોર્કના કોમોડિટી એક્સચેન્જ કોમેક્સ ઉપર બંને કિંમતી ધાતુઓમાં નરમાઈ જોવા મળી હતી. જેના પગલે આજે ભારતીય બજારોમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં સતત ત્રણ દિવસના વધારા બાજ આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. (પ્રતિકાત્મક તસવીર)