

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ તેલુગુનો ભાગ બનેલી ગુજરાતણ મોનલ ગજ્જરે શોમાં 83 દિવસ વિતાવી દીધા છે. અને તે આ અઠવાડિયે પણ સુરક્ષિત છે. તેથી તે ફિનાલે વિકમાં પહોંચી ગઇ છે. આ સાથે જ તે શોમાં i20 કાર પણ જીતી ગઇ છે. જેની સાથેની તસવીરો તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. (PHOTO: Instagram)


આપને જણાવી દઇએ કે, બિગ બોસ તેલુગુની આ ચોથી સિઝન છે. અને આ શોને નાગાર્જૂન હોસ્ટ કરી રહ્યાં છે. શોમાં મોનલ ગજ્જર જે નોન તેલુગુ સ્પર્ધક છે. તે શોનાં ફિનાલે વિકમાં પહોંચી ગઇ છે. (PHOTO: Instagram)


હવે શો પૂર્ણ થવાને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે તે ટોપ 4 સ્પર્ધકોમાં પણ શામેલ થઇ ગઇ છે. આ સાથે જ તે શો જીતવા માટે પણ દાવેદાર છે. (PHOTO: Instagram)


આપને જણાવી દઇએ કે, મોનલે શોમાં એન્ટ્રી સૌથી પહેલી સ્પર્ધક હતી. અને હાલમાં તે ટોપ 4 સ્પર્ધકોમાં શામેલ છે (PHOTO: Instagram)