

સિયાલકોટઃ એક વ્યક્તિએ ત્રણ લગ્ન (3 marriage) કર્યા છે. ત્રણે પત્નીઓ તેની સાથે જ રહે છે. હવે ત્રણ પત્નીઓ (3 wifes) મળીને પોતાના પતિ માટે ચોથી પત્ની શોધી રહી છે. આ કહાની પાકિસ્તાનના સિયાલકોટની (Sialkot, Pakistan) છે. આ સમયે સિયાલકોટ સહિત સમગ્ર પાકિસ્તાનમાં આ મામલે ચર્ચા ચાલી રહી છે. મુસ્લિમ સમાજમાં (Muslim society) એકથી વધારે લગ્ન કરવા નવાઈની વાત નથી. પરંતુ ત્રણે પત્નીઓ દ્વારા ચોથી પત્નીની શોધ કરવી એ લોકોમાં નવાઈની વાત બની ગઈ છે.


મળતી માહિતી પ્રમાણે જે વ્યક્તિએ અત્યાર સુધી ત્રણ લગ્ન કર્યા છે. તેનું નામ અદાનાન છે અને તે માત્ર 22 વર્ષનો યુવક છે. આટલી નાની ઉંમરમાં તેને ત્રણ પત્નીઓ છે. અદનાના પહેલા લગ્ન તેણે 16 વર્ષની ઉંમરમાં જ કર્યા હતા. બીજા લગ્ન 20 વર્ષની ઉંમરમાં કર્યા હતા જ્યારે 21 વર્ષની ઉંમરે તેણે ત્રીજા લગ્ન કર્યા હતા.


અદનાનની પત્નીઓના નામ શુંભાલ, શુબાના અને શાહિદા છે. હવે આ ત્રણે મળીને ચોથી પત્નીની શોધમાં છે. જોકે, ચોથી પત્નીનું નામ પણ એસ એટલે કે સ અક્ષરથી શરું થવું જોઈએ. તેમનું માનવું છે કે આ ઘરમાં ખુશીઓ રહે છે. અદનાનની બે પત્નીઓથી બાળકો પણ છે.


અદનાનની પહેલી પત્ની શુંભાલથી ત્રણ અને બીજી પત્નીથી બે બાળકો છે. શુબાનાના એક બાળકને ત્રીજી પત્ની શાહિદાએ દત્તક લીધું છે. આજના મોંઘવારીના જમાનામાં એક લગ્ન પણ માંડ માંડ નિભાવી શકાય છે.


ત્યારે અદનાન ત્રણ ત્રણ પત્નીઓને સંભાળી રહ્યા છે. અને હવે ચોથી પત્ની લાવવાની તૈયારી કરી રહ્યા છે. અદનાનની ત્રણે પત્નીઓ એ આરોપ જરૂર લગાવે છે કે અદનાન ત્રણેને પુરતો સમય આપી શકતા નથી.