

ઉત્તર કોરિયા (North Korea)ના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong-un)ના કારનામાઓની ચર્ચા હંમેશા થતી રહેતી હોય છે, પરંતુ આજે અમે આપને એક એવા કિમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના સમાચારે સમગ્ર દુનિયાના મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે અને તે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ન્યૂ કિમ (New Kim) નામનું રેસિંગ કબૂતર (Racing Pigeon)ને ઓનલાઇન હરાજી દરમિયાન 14 કરોડ રૂપિયાથી વધુની કિંમતે ખરીદવામાં આવ્યું છે. ન્યૂ કિમ હવે દુનિયાનું સૌથી મોંઘું કબૂતર બની ગયું છે. આ કબૂતરને કોઈ અજ્ઞાત ચીની નાગરિકે ખરીદ્યું છે. (Photo Credit- Pipa Piegon Paradise)


મૂળે, અહીં જે કિમની વાત ચાલી રહી છે તે બે વર્ષનું એક રેસિંગ કબૂતર છે, જેને ઓનલાઇન હરાજી દરમિયાન 19 લાખ ડૉલર એટલે કે 14 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું છે. આ હરાજીની સાથે જ તેણે દુનિયાની સૌથા મોંઘા કબૂતર હોવાનું ટાઇટલ પણ મેળવી લીધું છે. (Photo Credit- Pipa Piegon Paradise)


એક ઓનલાઇન હરાજી કરનારા પેરાડાઇઝ (પીપા)એ જણાવ્યું કે કોઈ અજાણ્યા ચીની નાગરિકે રવિવારે ન્યૂ કિમ નામના માદા હોમિંગ કબૂતરને 1.6 મિલિયન યૂરો (1.9 મિલિયન ડૉલર)માં ખરીદ્યું છે. (Photo Credit- Pipa Piegon Paradise)


પેરાડાઇઝ મુજબ, ગત વર્ષે નર આર્મન્ડો કબૂતરન માટે 1.25 મિલિયન યૂરોની ચૂકવણી કરવામાં આવી હતી, પરંતુ ન્યૂ કિમે આર્મન્ડોને પણ પાછળ મૂકીને નવો વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. (પ્રતીકાત્મક તસવીર)