

મધ્ય પ્રદેશના ભિંડની સિંધી નદીમાં સકરમાથઉથ કેટફિશ (Suckermath catfish) મળવાથી લોકોમાં નવાઈ ફેલાઈ છે આ સકરમાઉથ કેટફિશ દક્ષિણ અમેરિકામાં (South America) મળે છે અને માંસાહારી માછલી છે. મૂળ રૂપથી દક્ષિણ અમેરિકાની એમેઝોન નદીમાં (Amazon River) આ માછલી મળે છે. જોકે, આ માછલીને ભોલે નામના વ્યક્તિએ સિંધ નદીમાં મેહદા ઘાટથી પકડી હતી.


દેખાવમાં એકદમ સુંદર આ માછલી માંસાહારી છે. જોકે નિષ્ણાંતો એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે દક્ષિણ અમેરિકામાં મળનારી આ માછલી ચંબલ વિસ્તારના સિંધ નદી સુધી કેવી રીતે પહોંચી?


આ પહેલા વારાણસીમાં રામનગરના રમનામાં થઈને પસાર થતી ગંગા નદીમાં નાવિકોએ અજીબોગરી માછલી પકડી હતી. બીએચયુના માછલી વૈજ્ઞાનીકોએ આની ઓળખ સાઉથ અમેરિકાની એમેઝોન નદીમાં મળતી સકરમાથુ કેટફિશના રૂપમાં કરી હતી. વૈજ્ઞાનિકોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, માછલી માંસાહારી છે અને આપણી ઈકોસિસ્ટમ માટે ખતરો પણ છે.


સકરમાથુ કેટફિશ અનેક રંગોમાં મળે છે. પરંતુ આ ગંગા નદીમાં મળવું પરિસ્થિતિ તંત્ર માટે મોટો ખતરો છે. કારણ કે આ માછલી માંસાહારી છે. અને આસપાસના જીવજંતુને ખાઈને જીવીત રહે છે. આમ આ કોઈ મહત્વપૂર્ણ માછલી અને જીવને વિકસવા દેતી નથી. જ્યારે આ માછલીની પોતાની ફૂડ વેલ્યુ કંઈ નથી. કારણ કે આ માછલી ખુબ જ બેસ્વાદ હોય છે.