

ઓક્ટોબરમાં હોંગકોંગમાં તે હીરાની હરાજી થવાની છે જે દુનિયાના અત્યાર સુધી મળેલા દુર્લભ સાત રત્નોમાંથી એક છે. લગભગ 102 કેરેટના આ હીરાની કિંમત 74 કરોડથી લઇને 221 કરોડ સુધી લાગી શકે છે. આ હરાજીના આંકડાથી આ હીરો દુનિયાનો તે દુર્લભ હિરામાંથી એક થઇ જશે જેની સૌથી વધુ કિંમત લગાવવામાં આવી હોય એક ઇંડા જેટલા મોટા આકારના આ હીરામાં કોઇ પણ ફ્લો એટલે કે નુક્સ નથી. ક્યાં કોઇ બારીક લકીર પણ નથી. આવા રસ્તોને ખૂબ જ કિમતી માનવામાં આવે છે. અત્યાર સુધી દુનિયામાં આવા 7 જ સફેદ હીરા મળ્યા છે. જેમાં કોઇ ખોટ ન હોય અને તેની ચમક પણ ઝાંખી ના હોય. ત્યારે જાણો આ મૂલ્યવાન હીરા વિષે વધુ. સંકેતિક ફોટો (Pixabay)


આ હિરા 102.39 કેરેટનો છે તેમ કહેવામાં આવી રહ્યું છે. આની ઉપરના હિરો 100 કેરેટ છે. માટે તેને બીજા નંબરનું સ્થાન મળ્યું છે. આની કિંમતની તો હાલ ખાલી અંદાજો જ લગાવી શકાય છે. Sotheby નામની કંપની તેની હરાજીનું કામ કરશે. આ કંપની પહેલા પણ આવી દુર્લભ વસ્તુઓની નીલામી કરતી આવી રહી છે. તેમનું કહેવું છે કે આ પહેલા 100 કેરેટ સુધીના હિરા 11 થી 30 મિલિયન સુધી હરાજી થયા હતા. જો કે નવા હિરાનું વજન વધુ હોવાના કારણે તેની કિંમત ઉપર જઇ શકે છે. સાંકેતિક ફોટો (Pixabay)


વજનની હિસાબે આ બીજો સૌથી ભારે ફ્લોલેસ હિરો છે. આ પહેલા 2018માં કેનેડાના ઓંટેરિયોમાં 271 કેરેટનો હિરો મળ્યો હતો. જે દુનિયાનો સૌથી શુદ્ધ અને બેજોડ હિરો માનવામાં આવ્યા છે. આ નવા હિરો લોલીપોપ આકારનો છે. અને તેની 5 ઓક્ટોબરે હોંગકોંગમાં લાઇવ નીલામી કરવામાં આવશે. સાંકેતિક ફોટો (Pixabay)


સફેદ હીરાની સામાન્ય રીતે ભારે કિંમત મળે છે. પણ ગત વર્ષોમાં ગુલાવી અને બ્લુ હીરાની ખરીદી પર પણ લોકો મોટી કિંમત આપવા તૈયાર થયા હતા. વર્ષ 2017માં હોંગકોંગમાં ગુલાબી રંગનો એક હીરો મળ્યો હતો. જે 59.60 કેરેટનો હતો. અને મોટી કિંમત તેની હરાજી પછી તે હીરો 71.2 મિલિયન ડોલર પર વેચવામાં આવ્યો હતો. બ્લૂ મૂન નામના એક બ્લૂ હીરોના પણ ઓછા કેરેટ હોવા છતાં ઊંચી કિંમત પર તે વેચયો હતો. સાંકેતિક ફોટો (Pixabay)


ઓક્ટોબરમાં હરાજી થઇ રહેલા આ દુર્લભ હિરો વિષે માનવામાંઆવે છે કે તે શુદ્ધતાના તમામ માનકો પર સાચો ઠરે છે. કોઇ પણ રત્નને તેની શુદ્ઘતા માટે 4Cs થી પસાર થવું પડે છે 4Cs એટલે કટ,કલર, ક્લેરિટી અને કેરેટમાં વજન. આ હિરો તે તમામ માપદંડ પર સાચો ઠરે છે. અને તેમાં નાઇટ્રોજનની માત્રા ના ન બરાબર છે. તેમાં કોઇ પણ રીતના કેમિકલનો પ્રયોગ કરવામાં નથી આવ્યો. સાંકેતિક ફોટો (Pixabay)


હાલ આ હિરાને લોકોના જોવા માટે અનેક શહેરોમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં બેજિંગ, શંધાઇ, ન્યૂયોર્ક અને તાઇપેઇ જેવા શહેરો સામેલ છે. જો કે તેને જોવા માટે ભારે કિંમત ચૂકવવી પડે છે. અને અપોઇંટમેન્ટ પછી તમે તેને ખરીદી શકો છો. આ હિરાની માંગને ધ્યાનમાં રાખીને કોરોના કાળમાં તેની ઓનલાઇન હરાજી લગાવવામાં આવી રહી છે. 5 ઓક્ટોબરે તેની લાઇવ હરાજી થશે અને લાઇવ ટેલીકાસ્ટ પણ થશે. સાંકેતિક ફોટો (Pixabay)