

નાસાની અંતરિક્ષ યાત્રી કેટ રુબિન્સે 30 નવેમ્બરે પહેલીવાર અંતરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (International Space Station) ઉપર ઉગાડેલા મૂળાનો (Radish) પાક લીધો હતો. નાસાએ (NASA) આ પ્રયોગનું નામ પ્લાન્ટ હેબિટેટ -02 રાખ્યું હતું.


મૂળાને સ્પેસ સ્ટેશનમાં ઉગાડવા માટે એટલા માટે પસંદ કરવામાં આવ્યો હતો. કારણ કે વૈજ્ઞાનિકોને વિશ્વાસ હતો કે આ 27 દિવસમાં સંપૂર્ણ પણે તૈયાર થઈ જશે. મૂળામાં પોષક તત્વો પણ હોય છે. અને ખાવા લાયક પણ છે.


આઈએસએસ રિસર્ચે ટ્વીટ કરીને જણાવ્યું કે મૂળા અધ્યન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કારણ કે આ પોષ્ટિક અને ઝડપથી ઉગનારા હોય છે. મૂળા ઝડપથી ઉગે છે પરંતુ બની શકે કે આટલું ઝડપથી ન બની શકે.


મૂળા પ્લાન હેબિટેટ-02 (PH-02) અધ્યયન માટે એટલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે પૌષ્ટીક હોવાના સાથે ઝડપથી વધે છે. જેનેટિક રીતે અંતરિક્ષમાં છાસવારે અધ્યન કરવામાં આવતો છોડ અરાબિડોપ્સિસના બરાબર હોય છે.